Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

સોશિયલ ડિસ્ટન્સનો ભંગ, માસ્ક ન પહેરનારા અને ટોળા એકઠા કરનારાઓને શોધવા પોલીસે ડ્રોન કેમેરા ઉતાર્યા

ડ્રોન કેમેરાથી ૧૫ સામે કાર્યવાહીઃ જાહેરનામા ભંગના અન્ય ગુનામાં ૫૦ શખ્સો સામે ગુના નોંધવામાં આવ્યા

રાજકોટ તા. ૫: કોરોના મહામારીમાં અનલોક-૫માં સરકારે વધુ છુટછાટ આપી છે. પરંતુ અગાઉની જેમ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, જાહેરમાં થુંકવું નહિ એ સહિતના નિયમોનું કડક પાલન ફરજીયાત કરવાનું છે. શહેરમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના જાહેરનામાનું પાલન કરાવવા પોલીસે ફરી એકવાર ડ્રોન કેમેરાનો સહારો પણ લીધો છે. રિક્ષાઓમાં ખીચોખીચ મુસાફરો ભરીને જતાં ચાલકોને ડ્રોન કેમેરાની મદદથી શોધી કાઢી કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત પાનના ગલ્લાઓ, હોટેલ, ચાની લારીઓ પર ટોળા એકઠા કરનારા સામે પણ ડ્રોનની મદદથી કાર્યવાહી થઇ છે. ડ્રોનથી ૧૫ સામે અને અન્ય જાહેરનામા ભંગના અન્ય ગુનાઓમાં ૫૦ સામે કાર્યવાહી થઇ છે.

બી-ડિવીઝન પોલીસ, માલવીયાનગર પોલીસ, ભકિતનગર પોલીસ અને તાલુકા પોલીસે ડ્રોન કેમેરાની મદદથી જાહેરનામાનો ભંગ કરનારાઓને શોધી કાઢ્યા હતાં અને કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત અન્ય પોલીસ મથકની ટીમોએ પણ જાહેરનામા ભંગના કેસ કર્યા હતાં. જેની વિગતો આ મુજબ છે.

એ. ડીવીઝન પોલીસે ડ્રોન કેમેરાની મદદથી લોધાવડ ચોકમાં હરી યોગી લાઇવ પફ નામની દુકાન પાસે ગ્રાહકો એકઠા કરનાર ગૌરવ પ્રકાશભાઇ રૂપારેલીયા, તથા યાજ્ઞિક રોડ પરથી રીક્ષા ચાલક ધવલ જગદીશભાઇ મોરબીયા, ત્રિકોણ બાગ પાસેથી દુકાન ધરાવતા વિરલ ઉર્ફે વિરમ સવાભાઇ સિંધવ, તથા બી. ડીવીઝન પોલીસે ગ્રીનલેનડ ચોકડી પાસેથી રીક્ષા ચાલક જેરામ ચીમનભાઇ ડેડાણીયા, રીક્ષા ચાલક ચકો ખેંગાારભાઇ ટોયટા, રીક્ષા ચાલક ભીખા નાજાભાઇ સોલંકી, રીક્ષા ચાલક પ્રકાશ જીલુભાઇ કુંભારવાડીયા, રીક્ષા ચાલક મસા હીરાભાઇ ભરવાડ, કુવાડવા રોડ ડી-માર્ટ પાસે બાઇક પર ત્રીપલ સવારી નીકળેલા હનીફ હસનભાઇ દલવાણી, ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી રીક્ષા ચાલક અશોક નરશીભાઇ રાકગીયા, પેકડ રોડ પર બાઇક પર ત્રીપલ સવારી નિકળેલા સંદીપ ઇશ્વરભાઇ બોસમીયા, ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી રીક્ષા ચાલક નીલેશ પ્રવિણભાઇ ભકોડીયા, રીક્ષા ચાલક ભુપત કાથડભાઇ ટોળીયા, પાંજરાપોળ પાસે વીવેક સાગર પાન નામની દુકાન ધરાવતા મખા સંગાભાઇ ગમારા, કુવાડવા રોડ પર શ્રી શકિત ટી સ્ટોલ નામની દુકાન ધરાવતા પરેશ જીલાભાઇ ટોળીયા, ભગવતીપરા મેઇન રોડ પરથી રીક્ષા ચાલક સરીફ ઇસ્માઇલભાઇ ચાવડા, ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી રીક્ષા ચાલક દિનેશ ડાયાભાઇ વાઘેલા, બેડીપરા પાસે જય ખોડીયાર પાન નામની દુકાન ધરાવતા દીલીપ કાન્તીભાઇ બેલડીયા, તથા થોરાળા પોલીસે ચૂનારાવાડ શેરી નં. ૪ માંથી નવજીવન સીંગ સેન્ટર નામની દુકાન ધરાવતા અનવર બાબુદીનભાઇ દાદવાણી, ફાયર બ્રીગેડ સામે ડીલક્ષ પાન નામની દુકાન ધરાવતા જીલુ વાજસુરભાઇ ડેર, તથા ભકિતનગર પોલીસે કોઠારીયા મેઇન રોડ માનવ ધર્મ આશ્રમ સામે ફેમસ વડાયા નામની લારી ધરાવતા મહેશ કેશુભાઇ દૂધરેજીયા, શ્રધ્ધા પાર્ક મેઇન રોડ પર લક્ષ્મી ડેરી ફાર્મ નામની દુકાન ધરાવતા જસ્મીન લાલજીભાઇ ભાલારા, શ્યામ હોલ સામે શાકભાજીની લારી ધરાવતા  જીજ્ઞેશ મહેશભાઇ ડાભી, તથા કુવાડવા રોડ પોલીસે સોખડા રોડ પરથી માસ્ક પહેર્યા વગર નીકળેલા રમેશ ચનાભાઇ ગઢીયા, જીતેષ મનાભાઇ સાથલીયા, રીયાઝ રજાકભાઇ લીંગડીયા, રીયાઝ નજીરભાઇ સરવદી, માલીયાસણ ગામ પાસેથી ભાવીક રમેશભાઇ રામાણી, પ્રશાંત દિનેશભાઇ રામાણી, ભાવીક અરવિંદભાઇ વાઢેર, બજરંગવાડી પોલીસ ચોકી પાસેથી કાર ચાલક બહાદુર રાવતભાઇ સિંધવ, રીક્ષા ચાલક અવીનાશ વિમલભાઇ પ્રજાપતી, હનુમાન મઢી પાસેથી રીક્ષા ચાલક ધર્મેશ ગાંડુભાઇ મકવાણા, તથા તાલુકા પોલીસે દોઢ સોફુટ રોડ પીરામીટ પાર્ટી પ્લોટ પાસેથી ઇકો કાર ચાલક ચંદ્રેશ વલ્લભભાઇ ભંડેરી, ઠાકર ચોક પાસેથી રીક્ષા ચાલક ભરત સામતભાઇ સાટીયા, નંદનવન મેઇન રોડ સરદાર ચોક પાસે રૈયારાજ પાન નામની દુકાન ધરાવતા જયસુખ જેરામભાઇ રૈયાણી, તથા યુનિવર્સિટી પોલીસે રામાપીર ચોકડી પાસે સ્વપ્ન લોક પ્લાઝા કોમ્પલેક્ષમાં રાધે વાસણ નામની દુકાન ધરાવતા સંદીપ બાબુભાઇ વાડોલીયા, સાધુ વાસવાણી રોડ પર સિધ્ધનાથ કોમ્પ્લેક્ષ ગ્રાઉન્ડ ફલોરમાં બાલાજી પાન એન્ડ કોલ્ડ્રીંકસ નામની દુકાન ધરાવતા રામાણી, તથા આજી ડેમ પોલીસે હાપલીયા પાર્ક પાસે પટેલ પાન નામની દુકાન ધરાવતા નીકુંજ રમેશભાઇ પાનેલીયા, તથા માલવીયાનગર પોલીસે કૃષ્ણનગર મેઇન રોડ પર ઓરેન્જ શોપ નામની દુકાન ધરાવતા અશોક નાનજીભાઇ વસોયા, દેવ પાન નામની દુકાન ધરાવતા ભગીરથસિંહ વિક્રમસિંહ જાડેજા, મવડી ફાયર બ્રીગેડની બાજુમાં મુરલીધર ચા ની હોટલ ધરાવતા લાલજી ઉકાભાઇ લાંબરીયા, ડીલક્ષ પાન નામની દુકાન ધરાવતા દિનેશ મુળુભાઇ નંદાણીયા તથા પ્ર.નગર પોલીસે જંકશન મેઇન રોડ પરથી રીક્ષા ચાલક દિનેશ ભુપતભાઇ મિયાત્રા, સદર બજાર પાસે ખોડીયાર ટી-સ્ટોલ એન્ડ કોલ્ડ્રીંકસ નામની દુકાન ધરાવતા હીરા અરજણભાઇ પરમાર, તથા ગાંધીગ્રામ પોલીસે રૈયા રોડ હનુમાન મઢી પાસેથી રીક્ષા ચાલક શાહરૂખ અબ્દુલભાઇ કાલાવડીયા, રીક્ષા ચાલક જયેશ મંગાભાઇ કિશન નરેન્દ્રભાઇ રંજોડીયા, સદભાવના હોસ્પિટલ પાસે પટેલ પાન એન્ડ કોલ્ડ્રીંકસ નામની દુકાન ધરાવતા રીતેશ મુળજીભાઇ કુડારીયા અને સાધુ વાસવાણી રોડ, પર બ્લોરા કોમ્પલેક્ષમાં ક્રિષ્ના ડીલકસ પાન એન્ડ ક્રિષ્ના હોટલ ધરાવતા પરેશ પ્રભુદાનભાઇ માંધળની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.

(3:43 pm IST)