Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

રાજકોટના કોઠારીયા સોલ્વન્ટ શીતળાધાર પચ્ચીસ વારીયામાંથી ડુપ્લીકેટ ડોક્ટરને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો

૯ ચોપડી ભણેલો બંગાળી શખ્સ ક્લિનિક ખોલી બેસી ગયો'તો: પીઆઇ વી.કે. ગઢવી, પીએસઆઇ વી.જે. જાડેજા અને ટીમની કાર્યવાહી: સ્નેહભાઈની બાતમી

રાજકોટઃ કોઠારીયા સોલવંટ શીતલાધાર પચ્ચીસ વારીયામાં દરોડો પાડી શહેર ક્રાઇમ બ્રાન્ચે નકલી ડોક્ટરને પકડી લીધો છે. માત્ર ૯ ધોરણ પાસ આ શખ્સ બોગસ ડોકટર બની લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો હતો.તેની પાસેથી અલગ અલગ દવાઓ કિ.રૂ.૧૭,૩૮૨ તથા રોકડા રૂપીયા ૧૧૦૦ મળી કુલ મુદામાલ ૧૮,૪૮૨નો મુદામાલ કબ્જે કર્યો છે. 

ઝડપાયેલા નકલી ડૉક્ટરનું નામ નીપુ કુમોદરંજન મલીક (ઉ.વ.૪૩ ધંધો.ડોકટર રહે.શીતળાધાર પચ્ચીસ વારીયા મેઇન રોડ કોઠારીયા સોલવંટ રાજકોટ શહેર મુળ રહે.ડીઘા નોર્થ ૨૪ પેરગનસ પશ્ચીમ બંગાળ) છે. આ શખ્સ પાસેથી ડોકટર લખેલું સ્ટેથોસ્કોપ, ડોકટર મોરેપન લખેલ બી.પી.નુ મશીન-૧, સેલ વાળી બેટરી નંગ એક, સ્ટીલની પ્લાસ્ટીકની કાતર, અલગ અલગ દવાઓ ઇન્જેક્શન, સીરપ સહિતનો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ એહમદ તથા ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી.વી.બસીયાની સુચના મુજબ  પો.ઇન્સ. વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ ડીસીબીના પો.સબઇન્સ. વી.જે.જાડેજા, એ.એસ.આઇ. જયેશભાઇ નીમાવત, રાજદીપસિંહ ગોહિલ, ચેતનસિંહ ચુડાસમા, પો.હેડ કોન્સ. ભરતસિંહ પરમાર, પો.કોન્સ. મહેશભાઇ ચાવડા, શકિતસિંહ ગોહીલ, સ્નેહભાઇ ભાદરકા, કુલદિપસિંહ જાડેજા, જયદિપસિંહ બોરાણા સહિતે આ કામગીરી કોન્સ. સ્નેહભાઇ ભાદરકાની ચોકકસ બાતમી પરથી કરી હતી.

(8:43 pm IST)