Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

સમય ટ્રેડીંગ તથા આશીષ ક્રેડીટ કો. ઓપરેટીવ સોસાયટી લીમીટેડમાં લોકોના કરોડો રૂપીયા રોકાણ કરાવી કરોડોનું કલેક ફેરવાના ગુન્હામાં દિપક કોટડીયાને અમદાવાદથી પકડી લેતી યુનિવર્સિટી પોલીસ

પીઆઇ એ.એસ.ચાવડા, પીએસઆઇ એ.બી. જાડેજા અને ટીમની કાર્યવાહી: હેડ કોન્સ. હરપાલસિંહ જાડેજા તથા પો.કોન્સ. જેન્તીગીરી ગૌસ્વામી, બલભદ્રસિંહ જાડેજા

રાજકોટ: સમય ટ્રેડીગ પેઢી તથા આશીષ ક્રેડીટ સોસાયટીના પાર્ટનરો તથા એજન્ટોએ સાથે મળી પુર્વ આયોજીત કાવતરૂ રચી રોકાણકારોને અલગ-અલગ પ્રલોભનોની સ્કીમો અપાવી રોકાણકારોનો વિશ્વાસ કેળવી સમય ટ્રેડીંગ પેઢી તથા આશીષ ક્રેડીટ સોસાયટીના રોકાણકારો સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી મોટી રકમનુ રોકાણ કરાવી કરોડા રૂપીયાનું ફુલેકુ ફેરવવાના ગુન્હામાં એજન્ટ દિપક રાઘવજીભાઇ કોટડીયા–૫ટેલ (ઉ.વ.૫૯ ધંધો નિવૃત રહે, નંદવિહાર ટાવર-નં.૩ બ્લોક નં.૩૧૩ ફર્સ્ટ ફલોર, સાધુવાસવાણી રોડ, રાજકોટ)ને પો.હેડ કોન્સ. હરપાલસિંહ જાડેજા તથા પો.કોન્સ. જેન્તીગીરી ગૌસ્વામી, બલભદ્રસિંહ જાડેજાને મળેલી સંયુકત હકિકતને આધારે અમદાવાદથી પકડી લેવાયો છે.

શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નરશ્રી ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા તથા એસીપી પી.કે.દિયોરાએ નાસતા ફરતા તથા લાલશાહીથી બતાવેલ આરોપીઓને પકડવાની સુચના આપી હોઈ તે અંતર્ગત દિપકને પકડી લેવાયેલ છે. 

આ શખ્સે સેશન્સ કોર્ટમાં તથા હાઇકોર્ટ અમદાવાદ ખાતે આગોતરા જામીન માટે અરજીઓ કરેલ પરંતુ કોર્ટ ખાતે આરોપીનો ગુન્હાનો રોલ તથા ભુમીકા સ્પષ્ટ કરી રીપોર્ટ કરી મુખ્ય સરકારી વકીલશ્રી વોરા તથા હાઇકોર્ટના વકીલશ્રીની ધારદાર રજુઆતો દલીલો આધારે આરોપીના આગોતરા જામીન નામંજુર થયા હતા.

આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર એ.એસ.ચાવડા પો.સબ.ઇન્સ. એ.બી.જાડેજા,હેડ.કોન્સ. રાજેશભાઇ એન.મિયાત્રા, હરપાલસિંહ જે.જાડેજા, યુવરાજસિંહ આર.ઝાલા તથા કોન્સ. જેન્તીગીરી ગૌસ્વામી, સહદેવસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ ગોહીલ, બલભદ્રસિંહ જાડેજા, દિપકભાઇ ચૌહાણ સહિતે કરી છે.

(8:54 pm IST)