Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

પૂ. ગજેન્‍દ્રમુનિ મ.સા.ની પ્રથમ પુણ્‍ય સ્‍મૃતિ આરાધના સાથે ઉજવાઇ

પૂ. ગજેન્‍દ્રમુનિ મ.સા.ની જન્‍મ અને દેહત્‍યાગ ભૂમિ એક જ હતીઃ પૂ. સુશાંતમુનિ મ.સા.

રાજકોટ તા. પ :.. ગોંડલ સંપ્રદાયનાં ગાદીપતિ પૂ. શ્રી ગીરીશચંદ્રજી સ્‍વામીનાં સુશિષ્‍ય ગુજરાત રત્‍ન પૂ. સુશાંત મુનિ મ.સા. એવં સદ્‌્‌ગુરૂદેવ પૂ. પારસમુનિ મ.સા. તથા મહાસતીવૃંદના મંગલ સાનિધ્‍યે ગોંડલ નવાગઢ સ્‍થા. જૈન સંઘ ગોંડલમાં આજે તા. પ નાં ગોંડલ સંપ્રદાયનાં તપસ્‍વીરત્‍ન પૂ. શ્રી ગજેન્‍દ્રમુનિ મ.સા.ની પ્રથમ વાર્ષિક પુણ્‍ય સ્‍મૃતિનાં અવસરે શ્રી સંઘમાં ત્રિરંગી સામાયિક, જાપ, પ્રતિક્રમણ આદિ આરાધના રાખવામાં આવેલ. આરાધનાની અનુમોદના સૂર્યકાંતભાઇ સંઘાણી પરિવાર તરફથી રાખેલ છે.
સુશાંતમુમિ મ.સાહેબે જણાવેલ કે ગીરીરાજ ગિરનારની ગોદમાં જૂનાગઢ શહેરમાં રત્‍નકુક્ષિણી માતા લીલાવંતીબેન અને પુણ્‍યશાળી પિતા ભગવાનજીભાઇ સંઘાણીને ત્‍યાં પૂ. ગજેન્‍દ્રમુનિ મ.સા.નો જન્‍મ થયો. બહેન પૂ. વિનોદીનીબાઇ મ.સ. ભત્રીજી પૂ. ભાવનાબાઇ મ.સ. સ્‍વરૂપે ગોંડલ સંપ્રદાયમાં દીક્ષિત થયા છે. હાલ રાજકોટ જાગનાથમાં બીરાજે છે. સંસાર પક્ષે વડીલબંધુ સૂર્યકાંતભાઇ ભગવાનજીભાઇ સંઘાણી, તપસમ્રાટ પૂ. રતિલાલજી મ. સા. સમીપે તા. રર-પ-૧૯૭પ ના વૈશાખ સુદ અગિયારસના ગુરૂવારે જૈન ભાગવતી દીક્ષા જુનાગઢ શ્રી સંઘમાં ગ્રહણ કરી તેઓ રતિલાલજી મ. સા.ના સુશિષ્‍ય બન્‍યા.
પૂ. ગજેન્‍દ્રમુનિ મ.સા. ૩૦ વર્ષની વયે સંયમ ગ્રહણ કરી સંયમ સાથે જ તપની આરાધના તપસમ્રાટનાં સાનિધ્‍યે પ્રારંભ કરી જીવન પર્યંત ચાલુ રાખી ૪પ વર્ષના સંયમ પર્યાયમાં ૪૪ વર્ષ વર્ષીતપ કર્યો. ૩પ૦ અઠ્ઠમ એટલે સળંગ ત્રણ ઉપવાસ (ત્રણ દિવસ માત્ર દિવસે પાણી લેવું), ૪૦૦ છઠ્ઠ એટલે બે ઉપવાસ, (બે દિવસ માત્ર દિવસે પાણી લેવું.), કેશલુંચનનાં દિવસે ઉપવાસ કરતાં. સદાય તેઓ પ્રસન્‍નચિત જ રહેતા, ગોંડલ સંપ્રદાય અને પ્રાણ પરિવારનું તેઓ ગૌરવ હતાં.
જુનાગઢ સ્‍થિરવાસ બિરાજમાન હતાં. તપ આરાધના અવિરત ચાલુ જ હતી. કોરોના કાળ જાણે કાળરાજા બની આવી ગયો. પાંચ દિવસ અશાતા વેદનીયનો ઉદય પરંતુ મનથી સદા સ્‍વસ્‍થ સંસારી ભાભી સરલાબેન, ભત્રીજા કેતનભાઇ, ભત્રીજાવહુ જાગૃતિબેન, ભકિત અને કુશ આમ આખો સંઘાણી પરિવાર સેવારત હતો.
તેમણે કીધેલ કે મારે હોસ્‍પીટલમાં જવું છ.ે પવિત્ર સ્‍થાનમાં મારા પવિત્ર આત્‍મભાવોમાં મારે રમવું છે અને ૭પ વર્ષનું આયુષ્‍ય ભોગવી તા. ૧૬-૯-ર૦ સવારે ૯.રપ કલાકે ભાદરવા વદ અમાસનાં નશ્વરદેહનો ત્‍યાગ કરી પૂ. ગજેન્‍દ્રમુનિ મ.સા. નો આત્‍મા અમરતાના પંથે પ્રયાણ કરી ગયો. ગોંડલ સંપ્રદાયવતી પ્રવિણભાઇ કોઠારીએ શ્રધ્‍ધાંજલી પાઠવી હતી.

 

(10:30 am IST)