Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

શિક્ષણ માટે, સમાજમાં ખાસ યોગદાન બદલ તથા ફિલ્મ મેકીંગ માટે સ્કોલરશીપ મેળવો

ધોરણ ૬ થી ૧૨, પોલિટેકનીક, ડીપ્લોમા, અંડર ગ્રેજયુએટ, મેડીકલ, એન્જીનિયરીંગ, સાયન્સ સ્ટ્રીમ કોર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ : નેટ - ગેટ કવોલિફાઇડ અથવા મેથ્સમા માસ્ટર ડીગ્રી ધરાવનારાઓ માટે રીસર્ચ ફેલોશીપ : તેજસ્વી વિદ્યાર્થીનીઓ (મહિલાઓ) માટે ખાસ શિષ્યવૃતિ : કોરોના દરમિયાન માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર ધોરણ ૬ થી ૧૦ના વિદ્યાર્થીઓ પણ અરજીપાત્ર : ડોકયુમેન્ટ્રી ફિલ્મ બનાવવા માટે તથા સમાજમા ઇનોવેટીવ આઇડીયાઝ આપનાર માટે પણ તક

રાજકોટ તા.૪ : માહિતી અને ટેકનોલોજીના આજના ફાસ્ટ ફોરવર્ડ યુગમા શિક્ષણ, સંશોધન, સમાજસેવા સહિતના ઘણા બધા ક્ષેત્રોમા કારકિર્દી બનાવીને રાષ્ટ્ર નિર્માણમાં અમુલ્ય યોગદાન આપવા આજનું યુવાધન આતુર છે. યુવાધનને સહયોગ મળે તે હેતુથી હાલમાં વિવિધ ફિલ્ડમા ઉપયોગી સ્કોલરશીપ ફેલોશીપ પણ ઉપલબ્ધ છે, જેની ઉપર એક નજર કરીએ તો.....

લોરીયલ ઇન્ડિયા ફોર યંગ વુમન ઇન સાયન્સ સ્કોલરશીપ ૨૦૨૧ અંતર્ગત ભારતની કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાં વિજ્ઞાનના કોઇપણ ક્ષેત્રમા સ્નાતકની ડીગ્રી મેળવવા માટે ભારતની તેજસ્વી વિદ્યાર્થીનીઓને (મહિલાઓને) પોતાની કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કરવા આર્થિક સહયોગ આપવામાં આવે છે.

અરજી કરવા માટેની પાત્રતા

૧૯ વર્ષ સુધીની વિદ્યાર્થીનીઓ કે જેઓએ શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં વિજ્ઞાન સાયન્સના વિષયો (ફીઝીકસ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી)ની સાથે ૮૫ ટકા માર્કસ (પીસીએમ, પીસીબી-પીસીએમબી) સાથે ધોરણ ૧૨ પાસ કરેલ હોય અને જેઓના પરિવારની કુલ વાર્ષિક આવક ચાર લાખ રૂપિયાથી ઓછી હોય તેઓ તારીખ ૧૫-૧૦-૨૦૨૧ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. પસંદ થનાર ઉમેદવારોને સાયન્સમાં ગ્રેજયુએટ થવા માટે અઢી લાખ રૂપિયા સુધીની રકમ મળવાપાત્ર થશે.

* અરજી કરવા માટેની લીંક www.b4s.in/akila/LIF7

શેફલર ઇન્ડિયા સોશિયલ ઇનોવેટર ફેલોશીપ પ્રોગ્રામ ૨૦૨૧ અંતર્ગત ૧૮ થી ૩૦ વર્ષના લોકોની ઓળખ કરાવીને ઇનામ મેળવવા અરજીઓ મંગાવે છે કે જે લોકોએ સમાજને હકારાત્મક રીતે પરિવર્તિત કરવા માટે આગવા સોલ્યુશન્સ કે આગવી વિચારસરણી વિકસાવી હોય.

અરજી કરવા માટેની પાત્રતા

ભારતમાં વસતા જે અરજદારોની ઉંમર ૧ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં ૧૮ થી ૩૦ વર્ષ હોય તેઓ તારીખ ૧૫-૧૦-૨૦૨૧ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. ફંકશનીંગ પ્રોટોટાઇપ ધરાવતા અર્લી સ્ટેજ સ્ટાર્ટઅપ અથવા બિનસરકારી સંગઠનો પણ ભાગ લઇ શકે છે. પસંદ થનાર ઉમેદવારો સંગઠનોને ૧૫ લાખ રૂપિયા સુધીની ફેલોશીપ ગ્રાન્ટ મળવાપાત્ર થશે.

* અરજી કરવા માટેની લીંક www.b4s.in/akila/SIA1

DRDO-CAIR બેંગલોર જુનિયર રીસર્ચ ફેલોશીપ ઇન મેથેમેટીકસ ૨૦૨૧ અંતર્ગત માસ્ટર ડીગ્રી ધરાવતા ઉમેદવારો માટે તક આવી છે. ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ ૮-૧૦-૨૦૨૧ છે. પસંદ થનાર ઉમેદવારોને માસિક ૩૧ હજાર રૂપિયા તથા એચઆરએ મળવાપાત્ર થશે.

અરજી કરવા માટેની પાત્રતા

જે ઉમેદવારોની ઉંમર ૮ ઓકટોબર ૨૦૨૧ના રોજ ૨૮ વર્ષથી ઓછી હોય અને જેઓએ યુજીસી-એમએચઆરડી દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ગ્રેજયુએશન અને પોસ્ટ ગ્રેજયુએશન કરીને નેટ - ગેટ પાસ કરેલ હોય અથવા તો નેટ - ગેટ સાથે મેથેમેટીકસમાં માસ્ટર ડીગ્રી મેળવેલ હોય તેઓ અરજીપાત્ર છે.

* અરજી કરવા માટેની લીંક www.b4s.in/akila/DCJM

સિને ઇમ્પેકટ ફીલ્મ ફેલોશીપ ૨૦૨૧ અંતર્ગત વિવિધ સામાજીક મુદ્દાઓ ઉપર સ્વતંત્ર વાર્તાઓ સાથે ફીલ્મ બનાવવા માટે ફીલ્મ નિર્માતાઓની ભવિષ્યની પેઢીને ઓળખાણ કરાવવાના હેતુથી ભારત સીએસઆરના સહયોગથી હાઇફન દ્વારા ફેલોશીપ આપવામાં આવે છે. આ ફેલોશીપ અંતર્ગત ૨૫ વર્ષથી ઓછી ઉંમરના ફિલ્મ નિર્માતાઓને ડોકયુમેન્ટ્રી બનાવવા માટે મેન્ટરશીપ, હેડ હોલ્ડીંગ તથા ગ્રાન્ટ આપવામાં આવશે.

અરજી કરવા માટેની પાત્રતા

૨૫ વર્ષથી ઓછી ઉંમર ધરાવતા નાગરીકો ફિલ્મ નિર્માતાઓને આ ફેલોશીપ મળી રહી છે. પસંદ થનાર ઉમેદવારોને એક લાખ રૂપિયા સુધીનું ફિલ્મ મેકીંગ અનુદાન, એક લાખ રૂપિયાનું રોકડ ઇનામ તથા ફિલ્મ મેકીંગ બુટકેમ્પ તથા મેન્ટરશીપનો લાભ મળશે. ઓનલાઇન અરજી કરવાની અંતીમ તારીખ ૧૫-૧૦-૨૦૨૧ છે.

* અરજી કરવા માટેની લીંક www.b4s.in/akila/CIFF1

ટાટા કેપીટલ પંખ સ્કોલરશીપ પ્રોગ્રામ ૨૦૨૧-૨૨ અંતર્ગત ટાટા કેપીટલ લિમીટેડ દ્વારા ધો.૬ થી ૧૨, પોલીટેકનીક, ડીપ્લોમા તથા અંડર ગ્રેજયુએશન (જનરલ તથા પ્રોફેસર) કોર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવામાં આવે છે. સમાજમા આર્થિક સહયોગ ઇચ્છતા તેજસ્વી વિદ્યાર્થીઓ તારીખ ૧૫-૧૦-૨૦૨૧ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. પસંદ  થનાર ઉમેદવારોને તેઓની ટયુશન ફીના ૮૦ ટકા સુધીની શિષ્યવૃતિ મળવાપાત્ર થશે.

અરજી કરવા માટેની પાત્રતા

ભારતીય નાગરીકતા ધરાવતા જે વિદ્યાર્થીઓ ધો.૬ થી ૧૨માં પોલીટેકનીક, ડીપ્લોમા અથવા તો અંડર ગ્રેજયુએશન (જનરલ તથા પ્રોફેશનલ) કોર્ષમાં અભ્યાસ કરે છે અને જેઓના પરિવારની કુલ વાર્ષિક આવક ૪ લાખ રૂપિયાથી ઓછી હોય તેઓ અરજીપાત્ર છે. ઉમેદવારોએ કવોલીફાઇંગ પરીક્ષામાં ઓછામાં ઓછા ૬૦ ટકા મેળવેલા હોવા જરૂરી છે. ધો. ૬ થી ૧૨ કક્ષામા સ્કોલરશીપ મેળવવા માટે માત્ર તે વિદ્યાર્થીઓ જ અરજીપાત્ર છે કે જેઓએ કોરોના (કોવીડ-૧૯)ને કારણે પોતાના માતા-પિતા અથવા તો પરિવારમાં કમાનાર સભ્યો ગુમાવ્યા હોય.

* અરજી કરવા માટેની લીંક www.b4s.in/akila/TCPS5

એનએસપી સેન્ટ્રલ સેકટર સ્કીમ ઓફ સ્કોલરશીપ ફોર કોલેજ એન્ડ યુનિવર્સીટી સ્ટુડન્ટસ ૨૦૨૧-૨૨ અંતર્ગત ધોરણ ૧૨ પાસ કરીને કોલેજ - યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવામાં આવે છે. આ સ્કોલરશીપનો હેતુ આર્થિક સહયોગ ઇચ્છતા તેજસ્વી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે આગળ વધી શકે તેવો રહેલો છે. પસંદ થનાર ઉમેદવારોને વાર્ષિક ૧૦ હજાર થી ૨૦ હજાર રૂપિયા સુધીની સ્કોલરશીપ મળવાપાત્ર થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦-૧૧-૨૦૨૧ છે.

અરજી કરવા માટેની પાત્રતા

જે ઉમેદવારોએ રાજય પરીક્ષા બોર્ડના ધો.૧૨માં અથવા તેની સમકક્ષ સંબંધીત સ્ટ્રીમમાં સફળ થયેલ ૮૦ ટકા વિદ્યાર્થીઓ કરતા વધુ માર્કસ મેળવ્યા હોય તથા જેઓ AICTE, ડેન્ટલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા (DCI), મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (MCI) તથા અન્ય સંબંધીત ઓથોરીટી દ્વારા માન્યતા પ્રાપ્ત કોલેજો સંસ્થાઓમાં મેડીકલ તથા એન્જીનિયરીંગ જેવા રેગ્યુલર કોર્ષ કરી રહ્યા છે. તેઓ અરજીપાત્ર છે. ઉમેદવારોની પારિવારીક કુલ વાર્ષિક આવક ૮લાખ રૂપિયાથી ઓછી હોવી જરૂરી છે તથા ઉમેદવારો અન્ય કોર્ષ સ્કોલરશીપનો લાભ લેતા હોવા ન જોઇએ.

* અરજી કરવા માટેની લીંક www.b4s.in/akila/CSS9

સમાજોપયોગી તથા જીવનોપયોગી શિક્ષણ મેળવીને ઉચ્ચ કારકિર્દી ઘડવા માટે હાલમા ઘણી બધી સ્કોલરશીપ ફેલોશીપ ઉપલબ્ધ છે, ત્યારે યોગ્ય લાયકાત, સ્વપ્રયત્ન, આત્મવિશ્વાસ, હકારાત્મક અભિગમ સમાજ માટે કંઇક કરી છુટવાની તમન્ના તથા ઇશ્વરમા શ્રધ્ધા રાખીને જલ્દીથી અરજી કરી દો. સાચી નિતીથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્ટ.(૪૫.૨)

સ્માઇલીંગ સ્ટાર એડવાઇઝરી પ્રા.લી.

www.buddy 4 study.com

info@buddy4study.com

(10:41 am IST)