Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

સીંગતેલમાં સતત કરેકશન બાદ પુનઃ તેજીઃ ૧૦ રૂ. વધ્યા

રાજકોટ, તા., ૫: સીંગતેલમાં સતત મંદી બાદ આજે ફરી તેજી જોવા મળી હતી અને ૧૦ રૂપીયાનો ઉછાળો થયો હતો.

સ્થાનીક બજારમાં  સીંગતેલમાં સતત મંદી બાદ આજે  પ્રત્યાઘાતી ભાવધારો જોવા મળ્યો હતો. સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા.)નો ભાવ ૧૪૧૫ રૂ. હતા તે વધીને ૧૪૨૫ રૂપીયા થયા હતા. સીંગતેલ નવા ટીનના ભાવ ૨૪૧૦ થી ર૪૪૦ રૂ. હતા તે વધીને ર૪૨૦ થી ૨૪૫૦ રૂપીયાની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. સીંગતેલની સાથે કપાસીયા તેલમાં પણ પ રૂપીયાનો વધારો નોંધાતા કપાસીયા ટીનના ભાવ વધીને ર૩૩૦ થી ર૩પ૦ રૂ. થયા હતા.

સીંગતેલ અને કપાસીયા તેલમાં આજનો ભાવ વધારો પ્રત્યાઘાતી ઉછાળો હોવાનું અને આગામી દિવસોમાં હજુ પણ ખાદ્યતેલોમાં  ભાવ ઘટશે તેમ વેપારી સુત્રો જણાવે છે.

(3:28 pm IST)