Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

રાજકોટ હવે કોરોના મુકિત તરફઃ માત્ર ૧ દર્દી સારવાર હેઠળ

બપોર સુધીમાં એકપણ કોરોના કેસ નથીઃ કુલ ૪૨,૮૨૪ કેસ થયાઃ આજ દિન સુધીમાં ૪૨,૩૬૫ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી

રાજકોટ તા. ૫: શહેરમાં કોરોનાં હવે લગભગ કાબુમાં આવી ગયો છે. હાલમાં શહેરમાં કોરોનાનાં ૧ દર્દીઓ સારવાર હેઠળ છે. આજે પણ બપોર ૧ર સુધીમાં એક પણ કેસ  નોંધાયો નથી. શહેરમાં આજે બપોર સુધીમાં કોરોનાનો એકેય રિપોર્ટ પોઝિટિવ નહિ આવતા છેલ્લા કેટલાક દિવસથી બપોર સુધીમાં '૦' કેસ નોંધાયો છે. આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં '૦' કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૨,૮૨૪ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૪૨,૩૬૫  દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. ગઇકાલે કુલ ૧૯૬૩ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૦ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૪,૦૬,૭૨૮ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૮૨૪ સંક્રમીત થતા પોઝિટિવ રેટ  ૩.૦૫  ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૯૨ ટકા એ પહોંચ્યો છે.

(3:29 pm IST)