Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

રાજકોટ મહાનગરપાલિકા અને શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ રાજકોટ સંસ્થાનના સંયુકત ઉપક્રમે કલીન ઇન્ડીયા પ્રોગ્રામ અંતર્ગત ધાર્મિક સ્થાનોની સફાઇ ઝુંબેશ યોજાઇ

રાજકોટ : ભારતની આઝાદીના ૭૫ વર્ષ નિમિતે ભારતના વિકાસ અને સિધ્ધિની ઉજવણીના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તા. ૪ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા અને શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ રાજકોટ સંસ્થાનના સંયુકત ધાર્મિક સ્થાનોની સફાઇ ઝુંબેશ યોજવામાં આવેલ હતી. તે વખતની તસ્વીર. ઢેબર રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુલ ખાતે યોજવામાં આવેલ સફાઇ ઝુંબેશ કાર્યક્રમમાં શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલના મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી તથા ૩૦ થી વધુ સંતો રાજકોટ મહાનગરપાલિકાના સેનીટેશન સમિતિના ચેરમેનશ્રી અશ્વિનભાઇ પાંભર, સ્થાનિક અગ્રણીશ્રી અનિલભાઇ લીંબડ, પર્યાવરણ ઇજનેરશ્રી નિલેશભાઇ પરમાર, કાર્યક્રમના નોડલ ઓફિસરશ્રી એન.એમ.આરદેશણા, બી.એલ. કાથરોટીયા તથા ગુરૂકુલના અનુયાયી ભકતો મોટી સંખ્યામાં જોડાયા હતા. સફાઇ ઝુંબેશ અંતર્ગત વિવિધ સ્થાનોની સફાઇ અને પ્લાસ્ટીક પીક-અપની કામગીરી કરવામાં આવેલ હતી.

(3:30 pm IST)