Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

ફુડીશ ડેઇલી ચસ્કાનો ડો. દર્શીતાબેન શાહના હસ્તે પ્રારંભ

રાજકોટઃ શહેરના ફુલછાબ ચોકમાં સ્થિત ફુડીશ ડેઇલી ચસ્કાનું ઉદઘાટન થયું મુખ્ય અતિથિ તરીકે ડેપ્યુટી મેયર ડો. દર્શીતાબેન શાહે રીબીન કાપીને આ દિવસને યાદગાર બનાવ્યો. રેસ્ટોરન્ટના માલીક અસ્લમભાઇ હિંગોરાને શુભેચ્છા પાઠવવા આવ્યા હતા. વેદાંત મલ્ટિસ્પેશ્યાલીટી હોસ્પિટલના ડો. પારસભાઇ શાહ, ડો. સંદીપભાઇ હરસોડા અને ડો. અનવરભાઇ કોઠીયા વિ. ઉપસ્થિત રહયા હતા.

 આ તકે ફુડીશના માલીક, અસ્લમભાઇએ કહયું કે બેસ્ટ કવોલીટીની સમગ્ર સામગ્રી અને ઉત્તમ સર્વીસ એજ અમારૂ ધ્યેય છે. રેસ્ટોરન્ટમાં બેસવાની વ્યવસ્થા ખુબ જ આરામ દાયક છે. જન્મદિવસ કે વર્ષગાંઠની ઉજવણી માટે મીની એસી હોલપણ ઉપલબ્ધ છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન બાળાઓને નાસ્તાની લાણીમાં સ્પેશ્યલ ડિસ્ટકાઉન્ટ આપવામાં આવશે તેમ યાદીમાં જણાવાયું છે. વધુ વિગત માટે મો.૭૨૦૭૨ ૪૭૧૪૭ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:31 pm IST)