Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

''વડિલોની દ્રષ્ટિ યુવાનોની શકિત'': સમન્વયાત્મક કાર્યક્રમ

રાજકોટઃ દિનદયાળ જયંતિથી ગાંધી જયંતિ એકાત્મતા સપ્તાહની પૂર્ણાહુતિ નિમિતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાયદા ભવનની પ્રાત્યક્ષીક શિક્ષણ (કલીનીકલ-આઉટરીચ એકટીવીટી) અંતર્ગત અખિલ હિંદ મહિલા પરિષદ સંચાલિત રમણીકકુંવરબા વૃધ્ધાશ્રમ ખાતે 'વડિલોની દ્રષ્ટી-યુવાનોની શકિત' શિર્ષક માંહે સુંદર સમન્વાયત્મક કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો. આ પ્રસંગે ગાંધી વિચાર ક્ષેત્રે પ્રવૃત્ત એવા રચનાત્મક અગ્રણીશ્રી બળવંતભાઇ દેસાઇ, પરિષદનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો. ભાવનાબેન જોશીપુરા, કાયદા ભવનનાં અધ્યક્ષ ડો. આનંદ ચૌહાણ, લિગલ રીસર્ચ ફાઉન્ડેશનનાં પ્રતિનિધિ ધારાશાસ્ત્રી શ્રી પ્રશાંતકુમાર જોષી, સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેલ. કાયદા ભવનનાં વિદ્યાર્થી-ભાઇ બ્હેનોએ પ્રત્યેક વડિલ માતા-પિતાએ સાથે બે કલાકથી વધારે સમય ગાળી વડિલોનું શાળાજીવન, પ્રવૃતિમયજીવન, જીવનની શીખ, બોધપાઠ, તંદુરસ્તીનું રહસ્ય જેવા આયામો ઉપર સુંદર સંવાદ કરેલ. સંવાદ બાદ આયોજીત સંક્ષિપ્ત સમાપનમાં ડો. ભાવનાબેન જોશીપુરા એ વિદ્યાર્થીઓને ''સામાજીક સંસ્થાના માધ્યમથી સમાજ ઉપયોગી પ્રવૃતિઓ૩' પર વકતવ્ય આપેલ. ડો. આનંદ ચૌહાણે કાયદા અનુસ્નાતક અભ્યાસક્રમમાં કલીનીકલ વર્કની ભૂમિકા આપેલ. કલીનીકલ વર્કનું કો-ઓર્ડિનેશન ડો. ધરાબેન ઠાકર, નિલસીંહ હેરમા, પીએલવી સમ્રાટ રશ્મિકાંતભાઇની ટીમે કરેલ. સમાજસેવા-દેશભકિત અને સામાજીક ઉતરદાયિત્વનાં ત્રિવિધ મંત્ર સાથે કાર્યક્રમથી વડિલોમાં અનેરો ઉત્સાહ આવેલ. અખિલ હિન્દ મહિલા પરિષદ સંચાલિત વિવિધ પ્રકલ્પોના ઇન્ચાર્જશ્રીઓએ પત્રિકા સાથે પ્રકલ્પ અંગેની માહિતી પુરી પાડેલ.

(3:32 pm IST)