Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

સરકારી શાળાઓના બાળકોએ મહાત્મા ગાંધી મ્યુઝીયમ નીહાળ્યું

ગાંધીજીના જન્મદિવસ નિમિતે શીક્ષણ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતુ

રાજકોટ તા.પ : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મદિવસ નિમિતે મહાનગર પાલિકાની નગર પ્રાથમીક શિક્ષણ સમિતિમાં અભ્યાસ કરતા શાળાના ટબુકડા બાળમિત્રોને મહાનગરપાલિકા સંચાલિત મહાત્મા ગાંધી મ્યુઝીયમમાં બાળકો સાથે શિક્ષકો અને શાળાના આચાર્યઓને વિનામુલ્યે સફર કરાવામાં આવી હતી ગાંધીજીના સાદગી ભર્યા દિવસો અને આઝાદી સમયના તમામ સંસ્મરણો બાળકો સામે પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા જેનાથી બાળકો પણ ખૂબજ પ્રભાવિત થયા હતા અને તેમનામાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર મ્યુઝીયમની મુલાકાત બાદ બાળકો માટે શુધ્ધ અને પોષ્ટીક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર મ્યુઝીયમની મુલાકાત બાદ બાળકો માટેશુધ્ધ પોષ્ટીક નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમમાં શિક્ષણ સમિતિ અધ્યક્ષ અતુલ પંડિત, ઉપાધ્યક્ષ સંગીતાબેન છાંયા, સદસ્ય રવિભાઇ ગોહેલ, તેજસભાઇ ત્રીવેદી, કિરીટભાઇ ગોહેલ, ડો. વિજયભાઇ ટોળીયા, ફારૂકભાઇ બાવાણી, ધૈર્યભાઇ પારેખ, શરદભાઇ તલસાણીયા, ડો. પીનાબેન કોટક, કિશોરભાઇ પરમાર, જયંતીલાલ ભાખર, ડો. અશ્વિન દુધરેજીયા, જાગૃતિબેન ભાણવડીયા, શાસનાધિકારી કિરીટસિંહ પરમાર, હાજર રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવેલ.

(3:33 pm IST)