Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

રાજકોટનો સમતોલ વિકાસ કરવા બદલ બિલ્ડર એસો. વિજયભાઇને ફુલડે વધાવશે

રાજકોટ : જીઆઇડીસીનું સરળીકરણ, વધુ ઉંચાઇના બિલ્ડીંગોના નિર્માણમાં વધુ એફ.એસ.આઇ., કોમન જીડીસીઆર અમલીકરણ, ઓનલાઇન પ્લાન મંજુરી સહીતના નિર્ણયો લઇ રાજકોટનો ચારેય દિશામાં સમતોલ વિકાસ કરનાર પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો ઋણ સ્વીકાર કરવા રાજકોટ બિલ્ડર્સ એસોસીએશન દ્વારા આયોજન કરાયુ છે. તા. ૮ ના શુક્રવારે નાગરીક સમિતિ યોજીત સમારોહ દરમિયાન રાજકોટ બિલ્ડર્સ એસો. પણ સામેલ રહી વિજયભાઇનું સન્માન કરશે. તસ્વીરમાં વિગતો વર્ણવતા  રાજકોટ બિલ્ડર્સ એસો.ના પ્રમુખ પરેશભાઇ ગજેરા અને સેક્રેટરી સુજીતભાઇ ડી. ઉદાણી, ખજાનચી અમીત ત્રાંબડીયા, યુથવીંગના પ્રમુખ રણધીરસિંહ જાડેજા, કન્વીનર રૂષિત ગોવાણી વગેરે નજરે પડે છે.

(3:41 pm IST)