Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

વિજયભાઇના સન્માનમાં કાઠી ક્ષત્રિય સમાજ પણ જોડાશે

રાજકોટ : શહેર નાગરિક ઋણ સ્વીકાર સમિતિના નેજા હેઠળ શુક્રવારે સંવેદનશીલ અને પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો ઋણ સ્વીકાર સમારોહ પ્રમુખ સ્વામી હોલમાં સાંજે પ થી ૭ યોજવામાં આવેલ છે. જેમાં કાઠી ક્ષત્રિય સમાજ પણ ઉપસ્થિત રહી વિજયભાઇ રૂપાણીનું સન્માન કરશે. તેમ કાઠી ક્ષત્રિય સમાજવતી ધર્મેન્દ્રભાઇ ભગત, દશરથભાઇ વાળા, દીલીપભાઇ બસીયા, પવુભાઇ ખાચર, નરેશભાઇ કોટીલા, રાજુભાઇ ધાખડા, માણસુરભાઇ વાળા, પ્રકાશભાઇ વાળા, રામેન્દ્રભાઇ વાળા, ચેતનભાઇ ખવડ, પદુભાઇ ભગત, સત્યેન્દ્રભાઇ ખાચરે એક સંયુકત યાદીમાં જણાવેલ છે.

(3:34 pm IST)