Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

હૃદય દિવસ નિમિતે ફ્રી મેડીકલ કેમ્પ

રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશન અને સિનર્જી હોસ્પીટલના સહયોગથી નામાંકિત ડોકટરો સાથે ''વિશ્વ હૃદય દિવસ નિમિતે ફ્રી મેડિકલ કેમ્પ'' એન્જી.એસો.ના કેમ્પસ ખાતે યોજવામાં આવેલ. જેનો અનેક લોકોએ લાભ લીધેલ. આ કેમ્પમાં હોસ્પિટલના નિષ્ણાંત ડોકટરો દ્વારા બ્લડ- સુગર, બી.પી., ઈ.સી.જી.વી. ટેસ્ટીંગ ફ્રીમાં નિદાન કરી અને હૃદય રોગ સામે લેવાના થતાં સાવચેતીની કાળજી રાખવા બાબતે વિગતવાર સમજણ આપવામાં આવેલ. આ કેમ્પમાં આર.એમ.સી.,  રાજકોટના ડેપ્યુટી મેયર શ્રીમતી દર્શિતાબેન શાહ, ડો.નિલેષ માંકડીયા,  ડો.તેજસ પંડયા, ડો.જયેશ ડોબરીયાએ ઉપસ્થિત રહીને બધાને સ્વસ્થ રહેવા શુભેચ્છા આપેલ. આ તકે આર.ઈ.એ.ના પ્રમુખ પરેશ વાસાણીએ ડોકટરોનો આભાર માનેલ. તેઓએ આ અંગે એસોસીએશન દ્વારા જરૂરીયાતના સમયે આવા કાર્યક્રમો ફ્રીમાં યોજવા માટે અને સહાય માટે તત્પરતા વ્યકત કરેલ. આ કેમ્પમાં એસોસીએશનના કારોબારી સદસ્યગણોમાં સર્વે નરેન્દ્ર પાંચાણી- માનદ્ સેક્રેટરી, બ્રીજેશ દૂધાગરા, તેમજ મહેશભાઈ  ડાયરેકટરોએ હાજરી આપેલ.

(3:35 pm IST)