Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

મારૂતિ ગરબી મંડળ - મવડી પ્લોટ

શહેરના મવડી પ્લોટ વિસ્તારમાં શ્રી વિશ્વેશ્વર મહાદેવ મંદિર નજીક શ્રી મારૂતિ ગરબી મંડળ છેલ્લા એક દાયકાથી નવરાત્રી પર્વ ઉજવી રહ્યા છે. હાલ ગરબી મંડળની ૨૫ બાળાઓ ડીજે ઉપર શ્રી ખોડીયાર માનો રાસ, ભુવા રાસ, મોગલ માનો રાસ, કાનુડાનો રાસ, પ્રાચીન રાસની તાલીમ લે છે. ગરબી મંડળના આયોજનને સફળ બનાવવા પૂર્ણાબા, કિરણબેન, શિતલબેન, પૂજાબેન, આયુષીબેન તેમજ દજુભા વાઘેલા, પૃથ્વીરાજસિંહ વાળા, ગોબરભાઇ સોરઠીયા સહિતના જહેમત ઉઠાવે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:35 pm IST)