Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

સિવિલ હોસ્પિટલના ઓપીડી બીલ્ડીંગ પાસે બીમારી સબબ અજાણી મહિલાનું મોત

રાજકોટ તા. ૫: સિવિલ હોસ્પિટલના ઓપીડી બીલ્ડીંગ પાસે બીમારી સબબ અજાણી મહિલાનું મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ સિવિલ હોસ્પિટલના ઓપીડી બીલ્ડીંગ પાસે એક અજાણી મહિલા (ઉ.વ. આશરે પપ) શ્વાસની બીમારીના કારણે બેભાન હાલતમાં પડેલ હોઇ તેને સારવાર માટે ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. બનાવની જાણ થતા એએસઆઇ કનુભાઇ માલવીયા તથા રાઇટર ગૌતમભાઇએ મહિલાની ઓળખ મેળવવા તપાસ આદરી છે. તપાસ દરમ્યાન આ મહિલાનું નામ કમલાબેન શીવાભાઇ (રહે. ભગવતીપરા) હોવાનું જાણવા મળ્યું છે. જો કોઇ આ મહિલાના વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસ સ્ટેશન ફોન નં. ૦ર૮૧-ર૪૪૬૦પપ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:43 pm IST)