Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

આસ્થા રેસિડેન્સીના અભિજીતને બાઇક ચોરીમાં ક્રાઇમ બ્રાંચે પકડ્યો

બે દિવસ પહેલા આર.એમ.સી. કચેરી પાસેથી ચોરી કરી'તી

રાજકોટ તા. ૫: મવડી તપોવન સ્કૂલ પાસે આસ્થા રેસિડેન્સી બ્લોક નં. ૩૦૭માં રહેતાં અને મજૂરી કરતાં અભિજીત દિવ્યેશકુમાર ભટ્ટ (ઉ.૩૨)ને ગાંધીગ્રામ લાખના બંગલા પાસેથી ક્રાઇમ બ્રાંચની ટીમે ચોરાઉ હોન્ડા સાથે પકડી લીધો છે. પુછતાછમાં તેણે આ હોન્ડા ગયા શનિવારે જ આર.એમ.સી. કચેરીના ગેઇટ પાસેથી  બપોરે ત્રણથી ચાર વચ્ચે ચોરી કર્યાનું કબુલ્યું હતું.

ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ જયેશભાઇ નિમાવત અને કોન્સ. જયદિપસિંહ બોરાણાને બાતમી મળતાં અભીજીતને જીજે૦૩એફએલ-૦૩૩૨ નંબરના બાઇક સાથે પકડી તેના કાગળો અંગે પુછતાછ કરતાં ગલ્લા તલ્લા કર્યા હતાં. પોકેટકોપ એપ્લીકેશનથી સર્ચ કરતાં આ બાઇકના માલિક જામનગર રોડ પરસાણાનગર-૧૦ના ખુણે રહેતાં પ્રકાશભાઇ મોહનભાઇ ચોૈહાણ હોવાનું ખુલ્યું હતું. આકરી પુછતાછમાં અભીજીતે પોતાને ફેરવવા માટે બાઇકની જરૂર હોઇ ચોરી કર્યાની કબુલ્યું હતું. એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ વી. જે. જાડેજા, જયેશભાઇ, રાજદિપસિંહ, ચેતનસિંહ, ભરતસિંહ, મહેશભાઇ, શકિતસિંહ, સ્નેહભાઇ, કુલદિપસિંહ, જયદિપસિંહે આ કામગીરી કરી હતી.

(3:37 pm IST)