Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

અયોધ્યા ચોક પાસે ફલેટમાં ચાલતા જુગારધામ પર દરોડા : સાત પકડાયા

યુનિવર્સિટી પોલીસનો દરોડો : રૂ. ૨૧ હજારની રોકડ કબ્જે

રાજકોટ તા. ૫ : દોઢસો ફૂટ રોડ પર અયોધ્યા ચોક પાસે રીયા એપાર્ટમેન્ટના ફલેટમાં ચાલતા જુગારધામ પર યુનિવર્સિટી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી બે મહિલા સહિત સાત શખ્સોને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ દોઢસો ફૂટ રોડ પર અયોધ્યા ચોક પાસે આવેલા ગોકુળ મથુરા એપાર્ટમેન્ટની પાછળ આવેલા રીયા એપાર્ટમેન્ટના ફલેટમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. હરપાલસિંહ જાડેજાને બાતમી મળતા અયોધ્યા ચોક પાસે આવેલા રીયા એપાર્ટમેન્ટમાં ફલેટ નં. ૪૦૨માં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા ફલેટ માલીક જલ્પેશ ચુનીલાલભાઇ દેવાણી, ઘંટેશ્વર ડાંગર કોલેજ પાછળ મારૂતિનંદન સોસાયટીના જયદીપ રાજેશભાઇ હરીયાણી, રામાપીર ચોકડી પાસે શાસ્ત્રીનગર શેરી નં. ૨ રવિ સુરેશભાઇ ડાભી, મવડી ભોજલરામ સોસાયટીના તુષાર રાજેશભાઇ સોરઠીયા, મવડી રોડ, શ્રીનાથજી સોસાયટીના જયદીપ જયસુખભાઇ વાંક, ગાંધીગ્રામ શેરી નં. ૧ કૃતિ એપાર્ટમેન્ટના સોનીબેન રાજુભાઇ હીરાણી અને માયાણી ચોક શેરી નં. ૧ શ્રીજી એપાર્ટમેન્ટના ગીતાબેન વિજયભાઇ પીત્રોડાને પકડી લઇ રૂ. ૨૧૩૦૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

આ કામગીરી પી.આઇ. એ.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એ.બી.જાડેજા, હેડ કોન્સ. રાજેશભાઇ, હરપાલસિંહ, યુવરાજસિંહ, યુવરાજસિંહ, જેન્તીગીરી, સહદેવસિંહ, બ્રિજરાજસિંહ, બલભદ્રસિંહ, દિપકભાઇ તથા જ્યોતીબેન દ્વારા કરવામાં આવી હતી.

(3:37 pm IST)