Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

મોરબીમાં અડધા લાખનું દેણું થઇ જતાં રમેશ ચોૈહાણે એસિડ ગટગટાવી લીધું

રાજકોટ તા. ૫: મોરબીના રોહીદાસપરા-૫માં રહેતાં રમેશ મનસુખભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૪) નામનો યુવાન રાત્રીના અગિયારેક વાગ્યે એસિડ પી જતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામા અને અનોપસિંહ ઝાલાએ મોરબી પોલીસને જાણ કરી હતી.

રમેશ ત્રણ ભાઇમાં નાનો અને કુંવારો છે. તે લાદીના કારખાનામાં કામ કરે છે. તેના સગાના કહેવા મુજબ રમેશ પર અડધા લાખનું દેણું થઇ ગયું હોઇ ઉઘરાણી સતત થતી હોઇ પણ પૈસાની વ્યવસ્થા થઇ શકતી ન હોઇ જેથી કંૅટાળી જઇ તેણે એસિડ પીધું છે. મોરબી પોલીસ વધુ તપાસ કરે છે.

ચાંદલીમાં જયેશે ઝેર પીધું

અન્ય બનાવમાં લોધીકાના ચાંદલી ગામે રહેતાં અને છુટક મજૂરી કરતાં જયેશ સોમાભાઇ બગડા (ઉ.વ.૧૮) નામના યુવાને ઝેરી દવા પી લેતાં રાજકોટ સિવિલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી. જયેશ બે ભાઇ અને એક બહેનમાં નાનો છે. તેણે શા માટે દવા પીધી તે અંગે પરિવારજનો જાણતા ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.

(3:38 pm IST)