Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

મનપા તથા પ્રવાસન નિગમના સંયુકત ઉપક્રમે ગાંધીધુન કાર્યક્રમ યોજાયો

બીજી ઓકટોબર 'મહાત્મા ગાંધી જયંતી તથા આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા તથા પ્રવાસન નિગમના સંયુકત ઉપક્રમે તા. ૨ના રોજ મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતે મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને ગાંધીધુન કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, નરેન્દ્રસિંહ ઠાકુર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઈ પંડીત, ડે.કમિશનર આશિષ કુમાર. ચેતન નંદાણી, એ.કે.સિંહ, શહેરના સ્વાતંત્ર્યસેનાના પરિવારજનો, ગાંધીવાદીઓ કોર્પોરેટરો તથા શહેરના આગેવાનો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉદબોધન કરતા મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધી કે જેઓએ આ રાષ્ટ્ર માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું હતું. આ એજ શાળા છે કે જયા તેઓએ તેમનું શિક્ષણ મેળવ્યું હતું પોતાના વિચારોથી મક્કમ થઇ અહિંસાથી દેશને આઝાદી અપાવી હતી. રાજકોટ સાથે તેમનું ઐતિહાસિક સંભારણું રહેલ છે. આ પ્રસંગે કાર્યક્રમની શરૂઆતમાં મંચસ્થ મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું, જયારે ડે.કમિશનર નંદાણી દ્વારા પુસ્તકો આપી મહાનુભાવોનું સન્માન કરવામાં આવેલ હતું. કાર્યક્રમના અંતે ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ દ્વારા આભાર દર્શન કરવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં જાણીતા કલાકાર આદિત્ય ગઢવી દ્વારા ગાંધીજીનું પ્રિય ભજન 'વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે' ઝવેરચંદ મેઘાણીની કૃતિ 'શિવાજીનું હાલરડું,' 'કસુંબીનો રંગ' તથા 'મન મોર બની થનગાટ કરે' અને કવિવર રવીન્દ્રનાથ ટાગોરની કૃતિ 'એકલા ચલો એકલા ચલો' સહીત અનેક ભજનો તથા ગીતો રજુ કરવામાં આવ્યા હતા.(

(3:39 pm IST)