Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

શ્રી અંબાજી કડવા પ્લોટ ગરબી મંડળ

 રાજકોટ : આસો નવરાત્રી મહાપર્વ આડે હવે માત્ર એક જ દિવસનું છેટુ છે ત્યારે પ્રાચીન ગરબી મંડળ દ્વારા અંતિમ તબક્કાની તૈયારી શરૂ કરવામાં આવી છે. છેલ્લા ૩૮ વર્ષથી શ્રી અંબાજી કડવા પ્લોટ પ્રાચીન ગરબી મંડળ દ્વારા નવરાત્રી પર્વનું ભાવભીની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પ્રાચીન ગરબી મંડળની ૫૪ બાળાઓ કડતાલ રાસ, તાલી રાસ, ટીટોડો સહિતના રાસની તાલીમ લ્યે છે. ગરબી મંડળના નવાબભાઈ મીર, વિવેકભાઈ બોરીચા, નીતિનભાઈ ગઢવી, અનિલભાઈ દરજી સહિતના સેવા આપે છે. ગરબી મંડળના યાદગાર આયોજનને દિપાવવા અનિરૂદ્ધસિંહ જાડેજા (બાબાભાઈ), વિજયભાઈ શિંગાળા, મૌલિકભાઈ પંડ્યા, ધર્મરાજસિંહ ચુડાસમા, વિરેન્દ્રસિંહ જાડેજા, માધવભાઈ, માનવભાઈ, હાર્દિકભાઈ, જતીનભાઈ, અક્ષયભાઈ, જયવીરસિંહ, જીતુભાઈ, પદુભાઈ, ધીરજભાઈ, અભીજીતભાઈ તેમજ હેમાંગીબેન કોરડીયા, પ્રિયાબેન કોરડીયા, નીયતીબેન સંચાણીયા, મીતલબેન પટેલ, પરીબેન પંડ્યા, જાનકીબેન સહિતના સેવા બજાવે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:40 pm IST)