Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

ગાંધી જયંતિ નિમિતે ગાંધી સોસાયટી ખાતે મહિલાઓ માટે યોજાયો ફ્રિ નિદાન કેમ્પ

રાજકોટઃ રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધીજીની બીજી ઓકટોબરે જન્મજયંતિના દિવસે શહેરના જામનગર રોડ ઉપર આવેલ ગાંધી કો.ઓ. હાઉસિંગ સોસાયટી ખાતે સોસાયટીના બહેનો અને કડીવાર હોસ્પિટલના સંયુકત ઉપક્રમે મહિલાઓ માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં મહિલાઓની વિવિધ બીમારીનું ડોકટર સચોટ નિદાન કરી દવા પણ આપવામાં આવી હતી આ કેમ્પમાં ગાયનેકોલોજીસ્ટ ડો. શાહના જીંદાણી અને તથા કડીવાર હોસ્પિટલના મેનેજીંગ ડીરેકટર ડો. શહેનાઝ કડીવારનો સહયોગ મળ્યો હતો કેમ્પમાં બહોળી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે  માસુમબેન ઝરીવાલા, શકીનાબેન વેરાવળવાલા અને ફાતેમાબેન એચ. લાકડાવાલા સાહિતનાઓએ ખાસ જહેમત ઉઠાવી હતી.

(3:40 pm IST)