Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

ફુગવાળા ડ્રેગન ફ્રુટ - ચટણી સહિત ૮ કિલો ખાદ્યચીજોનો નાશ : ૧૧ને નોટીસ

મ.ન.પા. દ્વારા ખાણી-પીણીના વેપારીઓને ત્યાં ચેકીંગ ઝુંબેશ : શુધ્ધ ઘીમાં ભેળસેળની શંકાએ નમૂના લેવાયા

રાજકોટ તા. ૫ : મ.ન.પા.ની આરોગ્ય શખા દ્વારા ખાણીપીણીના વેપારીઓને ત્યાં ચેકીંગ ઝુંબેશ અવિરતપણે ચાલુ રખાઇ છે. આજે ફુગવાળા ડ્રેગન ફ્રુટ, વાસી ચટણી સહિત ૮ કિલો અખાદ્ય ચીજોનો નાશ કરાયો હતો તથા ૧૧ વેપારીઓને લાયસન્સ બાબતે નોટીસો અપાઇ હતી અને શુધ્ધ ઘીમાં ભેળસેળની શંકાએ ૨ નમૂનાઓ લેવાયા હતા.

આ અંગે આરોગ્ય વિભાગે જાહેર કરેલી વિગતો મુજબ મહાનગરપાલિકાની ફુડશાખા દ્વારા જાહેર જન આરોગ્ય હિતાર્થે ગોંડલ રોડ પર વેચાણ કરતી રેકડીમાં કુલ ફૂડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમિયાન વાસી મીઠી ચટણી - ૨ કિ.ગ્રા., વાસી ફુગવાળા ૪ કિ.ગ્રા. ડ્રેગન ફ્રુટ, ૨ કિ.ગ્રા. પેશન ફ્રુટ વગેરેનો નાશ કરાયેલ.

જેમાં અંબિકા દાળ પકવાન - ગોંડલ રોડ માલવિયા ફાટક પાસે - વાસી મીઠી ચટણી - ૨ કિ.ગ્રા., એવન ફ્રુટવાળા - ગોંડલ રોડ માલવિયા ફાટક પાસે - ડ્રેગન ફ્રુટ - ૪ કિ.ગ્રા. તથા પેશન ફ્રુટ - ૨ કિ.ગ્રા. વગેરેનો નાશ કરાયેલ.

જ્યારે રાજશકિત પાન - ગોંડલ રોડ માલવિયા ફાટક પાસે, વેદમાતા પાન -ગોંડલ રોડ માલવિયા ફાટક પાસે, દિખુશ આમલેટ - ગોંડલ રોડ માલવિયા ફાટક પાસે, શ્રી સાંઇ દાળપકવાન - ગોંડલ રોડ માલવિયા ફાટક પાસે, દિલખુશ આમલેટ - ગોંડલ રોડ માલવિયા ફાટક પાસે, મહાદેવ દાળપકવાન - ગોંડલ રોડ માલવિયા ફાટક પાસે, દિપક એગ્ઝ ઝોન - ગોંડલ રોડ માલવિયા ફાટક પાસે, દિપક એગ્ઝ ઝોન - ગોંડલ રોડ માલવિયા ફાટક પાસે, નીલકંઠ આઇસ્ક્રીમ - ગોંડલ રોડ માલવિયા ફાટક પાસે આ તમામને ફ્રુડ લાયસન્સ બાબતે નોટીસો અપાઇ હતી.

શુધ્ધ ઘીના નમૂના લેવાયા

ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ મુજબ નમૂના લેવામાં આવેલ (૧) શુધ્ધ ઘી (લુઝ) સ્થળ : જલારામ ઘી ડીપો, જયુબેલી શાકમાર્કેટ સામે, ઢેબર રોડ, રાજકોટ (ર) શુધ્ધ ઘી (લુઝ) સ્થળ : વર્ધમાન પ્રોવિઝન સ્ટોર, ગીતા મંદિર મે. રોડ, ભકિતનગર સર્કલ પાસે આ સ્થળેથી શુધ્ધ ઘીના નમૂનાઓ લેવાયા હતા.

(4:13 pm IST)