Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

ગાંધીનગર મહાનગરપાલિકામાં કેસરીયો છવાતા રાજકોટ ભાજપ કાર્યાલયે આતશબાજી

રાજકોટ : ગાંધીનગર મહાનગરપાલિકાની ચુંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતા રાજકોટ ભાજપ કાર્યાલયે ખુશીનો જશ્ન મનાવાયો હતો. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં કાર્યકર્તાઓએ હર્ષોલ્લાસથી આતશબાજી કરી ડી. જે.ના ઢોલ અને શરણાઇના સુર વચ્ચે ખુશી મનાવી હતી.   શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, રક્ષાબેન બોળીયા, ભાનુબેન બાબરીયા, કશ્યપ શુકલ, રાજુભાઇ ધ્રુવ, રાજુભાઇ બોરીચા સહીતના ઉપસ્થિત રહેલ. શહેર ભાજપના હોદેદારો, વોર્ડ પ્રમુખ મહામંત્રીઓ, પ્રભારીઓ, કોર્પોરેટરો, મોરચાના પ્રમુખ મહામંત્રીઓ સહિત તમામ શ્રેણીના કાર્યકર્તાઓ સાથે જોડાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ અને કાર્યાલય મંત્રી હરેશ જોષીએ જહેમત ઉઠાવી હતી. (તસ્વીર : અશોક બગથરીયા)

(4:14 pm IST)