Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

પ્રયાસ-એક પહેલ પેન્શનરો પાસે પહોંચવાની

કર્મચારી ભવિષ્ય નીધી સંગઠન, ક્ષેત્રીય કાર્યાલય, રાજકોટની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે શ્રમ મંત્રાલય, ભારત સરકારના એક વિશિષ્ટ અભિગમ હેઠળ ખાનગી એકમોમાં કાર્ય કરતા કર્મચારીઓને પેન્શનનો લાભ સેવા નિવૃત થાય તે જ મહિનાથી મળી શકે તે હેતુથી 'પ્રયાસ' નામના એક અભિગમની શરૂઆત કરવામાં આવેલ છે. જે અંતર્ગત માનનીય ક્ષેત્રીય ભવિષ્ય નીધી આયુકત-૧, શ્રી જે.કે.પાંડે દ્વારા એમના તાબા હેઠળની રાજકોટ ક્ષેત્રીય કાર્યાલય, જામનગર જીલ્લા કાર્યાલય, જુનાગઢ જીલ્લા કાર્યાલય તથા કચ્છ જીલ્લા કાર્યાલયની પી.એફ. કચેરી ખાતે આ અભિગમ હેઠળ સપ્ટેમ્બર માસમાં નિવૃત થતા વિવિધ ખાનગી એકમોના પેન્શનરોને પેન્શન પેમેન્ટ ઓર્ડરની કોપી રૂબરૂમાં સુપ્રત કરવામાં આવેલ હતી. જે અંતર્ગત ક્ષેત્રીય કાર્યાલય રાજકોટ દ્વારા સપ્ટેમ્બર માસમાં રાજકોટ જીલ્લા કો.ઓપ.બેંક, જીલ્લા બેંક ભવન, ખાતે તારીખ ૩૦-૯-ર૦ર૧ના રોજ શ્રી નિકુંજ મીણા ક્ષેત્રીય ભવિષ્ય નીધી આયુકત-૨ તથા શ્રી સુપ્રતિક દાસ સહાયક ભવિષ્યનીધી  આયુકત દ્વારા સંસ્થામાં જઇને પેન્શન પેમેન્ટ ઓર્ડરની કોપી આપવામાં આવેલ હતી.આ પ્રસંગે રાજકોટ જીલ્લા કો.ઓપ.બેંક ખાતે બેંકના જનરલ મેનેજર શ્રી વી.એમ.સખીયા તથા શ્રી એચ.ડી.તળપદા, વહીવટી મેનેજરની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવેલ. આ ઉપરાંત જુનાગઢ કાર્યાલય ખાતે સુપ્રતિક દાસ, સહાયક ભવિષ્યનીધી  આયુકત દ્વારા, જામનગર કાર્યાલય ખાતે શ્રી અંશલકુમાર, સહાયક ભવિષ્ય નીધી આયુકત દ્વારા તથા કચ્છ કાર્યાલય ખાતે શ્રી એન. કે.પ્રસાદ, સહાયક ભવિષ્ય નીધી આયુકત દ્વારા પેન્શન પેમેન્ટ ઓર્ડરની કોપી સુપ્રત કરવામાં આવેલી હતી.

(4:15 pm IST)