Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

નાના મૌવા રોડ પર કસ્તુરી રેસીડેન્સીમાં પાણીની મોકાણ : ગૃહિણીઓનું તંત્ર પર હલ્લાબોલ

રાજકોટઃ શહેરનાં વોર્ડ નં. ૧૧માં આવેલ કસ્તુરી રેસીડેન્સીના ૩૦૦૦ જેટલા લોકોને પાણીનીમોટી સમસ્યા સર્જાઇ છે. ત્યારે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા વિસ્તારની ગૃહિણીઓએ મ.ન.પા.ની કચેરીએ દોડી જઇ મ્યુ. કમિશ્નરશ્રીને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજુઆતો કરી હતી. તે વખતની તસ્વીર. આ રજુઆતમાં તેઓએ જણાવ્યું હતું કે કસ્તુરી રેસીડેન્સીમાં ર૭પ મકાન છે અને રપ૦૦ થી ૩૦૦૦ જેટલા રહીશો વસે છે. આ સોસાયટીમાં છેલ્લા ૧૦ વર્ષથી પાણીની કાયમી સમસ્યા છે. એટલું જ નહીં. છેલ્લા ૧ માસથી અમારી સોસાયટીમાં એકાત્રા પાણી આપવામાં આવે છે. તેમાં પણ અપૂરતું અને ટાઇમટેબલ વગર આપે છે. અને એક સાથે ૪ થી પ વાલ્વ ખોલતા હોવાથી પાણી આ સોસાયટીને કાયમી ઓછું મળે છે. પૂરતો વરસાદ થયો હોવા છતાં અમોને પાણી મળતુ નથી. છેલ્લા ૧૦ વર્ષથી પાણી પુરતુ ન મળવાથી દરેક રહીશોને વહેચાતુ પાણી મંગાવવું પડે છે. આથી વોર્ડ નંબર ૧૧ ના પાણી પુરવઠાના એન્જીનીયરોને તાત્કાલિક સુચના આપી પાણીની કાયમી સમસ્યાનો અંત લાવવા માંગ છે.

(4:16 pm IST)