Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

પૂ.અક્ષતમુનિ મ.સા.ના ૩૪મા ઉપવાસ નો પારણા મહોત્સવઃ વિજયભાઈએ પ્રથમ ગોચરી ઓરાવવાનો લાભ લીધો

રાષ્ટ્રીયસંત પૂ.શ્રી કમલમુનિ મ.સા. ના સુશિષ્ય

રાજકોટૅંતા.૫ :  સ્વ. સરયુબેન ચંદ્રકાંત શેઠ પૌષધશાળાના આંગણે રાષ્ટ્રીયસંત પૂ.શ્રી કમલમુનિ મ.સા. ના સુશિષ્ય પૂજ્ય શ્રી અક્ષતમુનિ મ.સા. ના ૩૪ મા ઉપવાસ ના પારણા નિમિતે પધારેલા જીવદયાપ્રેમી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈનું શેઠ ઉપાશ્રય જૈન સંઘ ના ઉપપ્રમુખ શેલૈષભાઈ માઉ, સી.એમ.શેઠ પૌષધશાળાના ઉપપ્રમુખ બિપીનભાઈ પારેખ, શેઠ પૌષધશાળાના પ્રમુખ ડોલરભાઈ કોઠારી તથા શેઠ ધર્મસ્થાનકોના ચેરમેન સી.એમ.શેઠ દ્વારા જ્ઞાનસરભર બુક આપી ભવ્ય સ્વાગત કરવામા આવેલ હતુ. વિજયભાઈએ પારણા નિમિતે પૂજય અક્ષતમુનિ મ.સા. ને પ્રથમ ગોચરી ઓરાવવાનો અલભ્ય લાભ લીધેલ હતો.

(4:16 pm IST)