Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

જીવનનગર પ્રાચીન રાસ ગરબા

જીવનનગર વિકાસ સમિતિ, નવરાત્રિ મહોત્સવ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા મંડળના સંયુકત ઉપક્રમે ૪ર માં વર્ષે વાલી અને નાગરિકોને બેડા, ટીપ્પણી, દિવડા સહિત પ્રાચીન રાસ-ગરબાએ ખુશખુશાલ કરી દીધા હતા. ડે. મેયર ડો. દર્શિતાબેન શાહે દિપ પ્રાગટય, લ્હાણી વિતરણ કરેલ. સમિતિના પ્રમુખ-એડવોકેટ જયંત પંડયાએ વૃત્તિ-પ્રવૃત્તિ, મન સમાજના કુરિવાજો, દુર્ગણો વિષે છણાવટ કરેલ. મહિલા મંડળના સુનિતાબેન વ્યાસ, અલ્કાબેન પંડયા, યોગીતાબેન જોબનપુત્રા, શોભનાબેન ભાણવડિયા, ભારતીબેન ગંગદેવ, હર્ષાબેન પંડયા વકીલ, આશાબેન મજેઠીયા, નેહાબેન મહેતા, જીગીશાબેન રાવલની ઉત્કૃષ્ઠ કામગીરીએ ગરબીમાં ચાર-ચાંદ લગાવ્યા છે. આ મહિલા મંડળનું શરદપૂનમે ભવ્ય સન્માન થશે.

(3:59 pm IST)