Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

માર્કેટ યાર્ડ ક્‍વાર્ટરમાં સાગરને પત્‍નિએ તમાચો મારી દીધો

જાગૃતિ માથાકુટ કરતી હોઇ સાસુએ ૧૮૧ બોલાવતાં પતિ પર ખાર ઉતાર્યોઃ દરજી યુવાનને સારવાર માટે દાખલ થવું પડયું

રાજકોટ તા. ૫: જુના માર્કેટ યાર્ડ  પાસે ગુ.હા. બોર્ડ ક્‍વાર્ટરમાં રહેતાં સાગર અરવિંદભાઇ ચોહાણ (દરજી) (ઉ.વ.૩૧)ને તેની પત્‍નિ જાગૃતિએ ફડાકો મારી દેતાંકાનમાં દુઃખાવો ઉપડી જતાં સારવાર માટે દાખલ કરવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇ જુણાચે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.

સગાર કેમીકલની ફેક્‍ટરીમાં માર્કેટીંગનું કામ કરે છે. તેના કહેવા મુજબ પત્‍નિ મારા માતા જ્‍યોતિબેન સાથે માથાકુટ કરતી હોઇ મારા માતાએ ૧૮૧મૉ ફોન કરી ગાડી બોલાવતાં તેની ટીમે સાસુ-વહુ બંનેને સમજાવ્‍યા હતાં. એ પછી જાગૃતિએ પતિ સાથે આ બાબતે ઝઘડો કરી લાફો મારી દીધાનું જણાવાયું હતું.

(4:06 pm IST)