Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

ગુરૂવારે પૂનમ નિમિતે ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાન મંદિરે એક દિવસીય નિઃશુલ્‍ક ઓશો ધ્‍યાન શિબિર-સંન્‍યાસ ઉત્‍સવ સંતવાણી

ધ્‍યાન-ભજન ભોજનના ત્રિવેણી સંગમમાં ડુબકી લગાવવાનો અનેરો અવસરઃ આયોજક સ્‍વામિ પ્રેમમૂર્તિ(સ્‍વીર્ત્‍ઝલેન્‍ડ), સંચાલકઃ સ્‍વામિ સત્‍યપ્રકાશ, સંતવાણી બકુલભાઇ ટીલાવત(સ્‍વામિ આનંદ તીર્થ) તથા તેમની ટીમ, લાફટર થેરાપી માસ્‍ટર સ્‍વામિ દેવરાહુલ(નીતીનભાઇ) દ્વારા હસીબા, ખેલીબા, ધરીબા, ધ્‍યાનમ, સહભાગીતા માટે નામ નોંધણી શરૂ

રાજકોટઃ ઓશોના સૂત્ર ઉત્‍સવ આમાર જાતી આનંદ આમાર ગોત્રને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્‍યાનશિબિરો, ઓશો સાહિત્‍ય પ્રદર્શનો, ઓશો સંન્‍યાસ ઉત્‍સવ, ભજન-કિર્તન, ગીત-સંગીત વિવિધ સંપ્રદાયોના ઉત્‍સવો, મૃત્‍યુ ઉત્‍સવ, વિશ્વ દિવસ વગેરે રાજકોટમાં છેલ્‍લા ૩૭ વર્ષોથી ૨૪ કલાક ઓશો કાર્યથી ધમધમતું વિશ્વનું એક માત્ર ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાનમંદિર પર અને દ્વારા અવાર-નવાર આયોજન કરવામાં આવે છે

આગામી તા.૮ને ગુરૂવારના રોજ પૂનમ નિમિતે યોજેલ એક દિવસીય ઓશો ધ્‍યાનશિબિરની રૂપરેખા આ પ્રમાણે છે. સવારે ૬થી ૭ સક્રિય ધ્‍યાન(આ ધ્‍યાન છેલ્‍લા ૩૭ વર્ષોથી એકપણ દિવસ ચુકાયા વગર ધ્‍યાન મંદિર પર કરવામાં આવે છે) સવારે ૭થી ૭.૩૦ બ્રેક ફાસ્‍ટ, સવારે ૮.૩૦થી ૯ ગુરૂવંદના સવારે ૯થી ૧ ઓશોના વિવિધ ધ્‍યાન પ્રયોગ, બપોરે ૧થી ૩ મહાપ્રસાદ (હરીહર) અને વિશ્રામ, બપોરે ૩થી ૪ ઓશો વિડીયો દર્શન, બપોરેઃ ૪ વાગ્‍યે ચા-પાણી, બપોરે ૪.૧૫થી ૫.૧૫ કુંડલીની ધ્‍યાન, ઓશોના નિષ્‍ક્રીય ધ્‍યાન, સ્‍વામી દેવરાહુલ દ્વારા હસીબા, ખેલીબા, ધરીબા, ધ્‍યાનમ સંન્‍યાસ ઉત્‍સવ, સંધ્‍યા સત્‍સંગ પૂનમ કિર્તન ઉત્‍સવ, રાત્રે ૮ વાગ્‍યે મહાપ્રસાદ (હરિહર)

વ્‍યસ્‍ત જીવનમાં તમામ સાંસારીક કાર્ય કરતા રહીને પણ વ્‍યકિત પોતાની અંતયાત્રા દ્વારા આધ્‍યાત્‍મિક શાંતી તેમજ સચ્‍ચિદાનંદ સ્‍વરૂપ પ્રાપ્ત કરી શકે તે માટે પૂર્ણ સ્‍વતંત્રાથી પ્રેમમયી જીવન જીવવાની કળા શીખવતી ઓશો ધ્‍યાન પધ્‍ધતિ દરેક સંપ્રદાયના સાધક વર્ગ માટે ખુબ જ પ્રભાવશાળી છે.

મહાપ્રસાદ બાદ રાત્રે ૮.૩૦ વાગ્‍યે ઓશો સંન્‍યાસી બકુલભાઇ (સ્‍વામિઆનંદ તીર્થ) તથા તેમના સાથી કલાકારો દ્વારા સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરેલ છે. જેમાં સંતવાણીના કલાકારો ગૌતમભાઇ મકવાણા, દેવશીભાઇ ચુડાસમા, વિનોદભાઇ કબોલા, વિનુભાઇ નિમાવત, બળવંતસિંહ ગોહિલ, રાજુભાઇ, રસીકભાઇ મકવાણા, સ્‍વામિ જગદીશ ભારતી, જયસુખભાઇ બારોટ, કાચાભાઇ બારોટ(જોગીદાસ આંબલી) વગેરે કલાકારો દ્વારા વિવિધ સંતો-મહંતોની રચના રજુ કરી સાધકો તથા શ્રોતાજનોને ભકિતમાં લીન કરશે. ઉપરોકત પુનમની એક દિવસીય ઓશો ધ્‍યાનશિબિરમાં સહભાગી થવા ઓશો સંન્‍યાસી તથા પ્રેમીઓને સ્‍વામિ પ્રેમમૂર્તિએ અનુરોધ કરેલ છે.

સ્‍થળઃ ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાનમંદિર, ગોંડલરોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે, ૪-વૈદવાડી, ડીમાર્ટ પાછળ, રાજકોટ વિશેષ માહિતી તથા નામ નોંધણી માટે એસએમએસ સ્‍વામિ સત્‍યપ્રકાશઃ ૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજીવરાઠોડઃ ૯૮૨૪૮ ૮૬૦૭૦ સ્‍વામિ પ્રેમમૂર્તિ ૦૦૪૧૬૨૭૨૩૦૯૯૩

(4:39 pm IST)