Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

હુડકો ચોકડી પાસેથી કિશન અને ચુનારાવાડમાંથી જયેશ દારૂ સાથે પકડાયા

રાજકોટ, તા. ૬ :. હુડકો ચોકડી પાસેથી આજી ડેમ પોલીસે દારૂની ત્રણ બોટલ સાથે એક અને થોરાળા પોલીસે ચુનારાવાડમાંથી દારૂની બે બોટલ સાથે એક શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ આજી ડેમ પોલીસ મથકના પીઆઈ વી.જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એમ.એમ. ઝાલા, હેડ કોન્સ. ઈન્દ્રસિંહ, કૌશેન્દ્રસિંહ, કુલદીપસિંહ, ધર્મેન્દ્રસિંહ, શૈલેષભાઈ, ઉમેદભાઈ, ભીખુભાઈ અને જયપાલભાઈ સહિતે પેટ્રોલીંગ દરમ્યાન બાતમીના આધારે હુડકો ચોકડી પાસેથી કિશન દેવીદાસભાઈ ગોંડલીયા (રહે. ભારતનગર આજીડેમ ચોકડી)ને વિદેશી દારૂની ત્રણ બોટલ તથા થોરાળા પોલીસ મથકના પીએસઆઈ જી.એસ. ગઢવી તથા કોન્સ. દિવ્યેશભાઈ ઉપરા સહિતે ચુનારાવાડ શેરી નં. ૩માંથી રૂ. ૧૦૦૦ની કિંમતની દારૂની બે બોટલ સાથે જયેશ જગદીશભાઈ મીઠાણી (ઉ.વ. ૨૬) (રહે. દાણાપીઠ જૂનાગઢનો ઉતારો, મોચીબજાર)ને પકડી લીધો હતો.

(3:03 pm IST)