Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

જાન્યુઆરીથી ગરીબો માટેનું કેરોસીન મોંઘુદાટ ૧ લીટરે ૩ રૂપિયા ૮૭ પૈસાનો વધારો ઝીંકાયો

રાજકોટ તા. ૬ : જાન્યુઆરી-ર૦ર૧ નું વર્ષ ગરીબો માટે આઘાતજનક સાબીત થઇ રહ્યું છે પુરવઠાતંત્ર દ્વારા બીપીએલ-અત્યોદય કાર્ડ હોલ્ડરોને નકકી કરેલા પ્રમાણ મુજબ આપતું કેરોસીન પણ મોંઘુદાટ થતા સિસકારા નીકળી ગયા છે.

પુરવઠાના સુત્રોના કહેવા મુજબ ડીસેમ્બરની સરખામણીએ આ વખતે જાન્યુઆરીમાં કેરોસીનના ભાવોમાં તોતીંગ ઉછાળો નોંધાયો છે, ૧ લીટરે ૩ રૂપિયા અને ૮૭ પૈસાનો વધારો ઝીંકાતા દેકારો બોલી ગયો છે. ડીસેમ્બરમાં ભાવ તાલુકા વાઈઝ ઓછામાં ઓછો લીટરના ર૭ રૂપિયા ૩૦ પૈસા અને વધુમાં વધુ ર૮.પ૬ હતો તે જાન્યુઆરીમાં વધીને ૩૧ રૂપિયા પ૩ પૈસા તો ૩ર રૂપિયા અને ૪૩ પૈસા થયો છે.

અત્રે એ નોંધનીય છે કે અંત્યોદય બીપીએલ કાર્ડ હોલ્ડરોને કેરોસીન અપાય છે, રાજકોટ શહેર-જીલ્લામાં હવે રર હજારથી વધુ અંત્યોદય કાર્ડ હોલ્ડરો છે. ગૃહિણીઓમાં દેકારો છે.

(3:05 pm IST)