Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

પંચવટી સોસાયટી પાસે કારે ટક્કર મારતા નિવૃત તલાટીમંત્રી ધીરજલાલ જેઠવાનું કરૂણમોતસમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ

રાજકોટ : શહેરના પંચવટી સોસાયટી પાસે આવેલા સતનામ હોસ્પિટલ વાળા રોડ પર અકસ્માતનો એક બનાવ સામે આવ્યો હતો. જે અકસ્માતના બનાવમાં 71 વર્ષીય વૃદ્ધ ધીરજલાલ જેઠવાને એક કારે ટક્કર મારી હતી. જેના કારણે નિવૃત તલાટીમંત્રી ધીરજલાલ જેઠવાને તાત્કાલિક અસરથી નજીકની જલારામ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થવા પામ્યો છે. ત્યારે હાલ બનાવનાર સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે

(9:13 pm IST)