Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

કોરોના ફેલાતો અટકાવવા રાજકોટ બાર એસો.દ્વારા વેકિસનેશન કેમ્પ યોજાયોઃ અનેક વડીલોએ રસી મુકાવી

રાજકોટ : આજે બાર.એસો.દ્વારા આયોજીત કોરોના વેકિસનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં અનેક વકીલોએ રસી મુકાવી હતી. તસ્વીરો એડવોકેટ પરેશભાઇ મારૂ, સુરેશ ફળદુ તેમજ જીતેન્દ્ર પારેખ સહિતના વકીલો તેમજ મહિલા વકીલ કોરોનાની રસી લેતા નજરે પડે છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૬ : આજે રાજકોટ બાર એસો.ના કોરોનાના વધતા કેસોને ધ્યાને લઇને કોરાનાને અટકાવવા વેકિસનેશન કમ્પ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં વકીલોએ લાભ લીધો હતો.

પ્રર્વતમાન સમયમાં ગુજરાતમાં તથા સમગ્ર દેશમાં કોરોના મહામારીએ એક વિકરાળ સ્વરૂપ ધારણ કરેલ છે ત્યારે રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ બકુલભાઇ રાજાણી અને સેકટરી ડો. જીજ્ઞેશ જોષી તથા સમગ્ર બાર એશો.ની ટીમ દ્વારા રાજકોટ ખાતે પ્રેકટીસ કરતાંવકીલોઓ અને તેમના પરિવારજનો કે જેઓ ૪પ વર્ષ કરતા વધુ  વય ધરાવે છે. તેમના રક્ષણ અર્થે કોરોના વેકસીનેશનનો કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.

આજરોજ સવારે ૯ કલાકથી સાંજે પ વાગ્યા સુધી રાજકોટ બાર એસોસીએશનની લાયબ્રેરી ખાતે રાખેલ હતો. આ કાર્યક્રમમાં બપોર સુધીમાં ૧૦૦ થી વધુ વકિલઓ અને તેમના પરિવારજનોએ લાભ લીધો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજકોટ બાર એસો.ના પ્રમુખ બકુલભાઇ રાજાણી ઉપપ્રમુખ ઇન્દ્રસિંહ ઝાલા, સેક્રેટરી ડો.જીજ્ઞેશ જોષી, જો.સેક્રેટરી કેતનભાઇ દવે, ટ્રેઝરર રક્ષિતભાઇ કલોલા કારોબારી સભ્ય અજય પીપળીયા, ધવલ મહેતા, કૈલાસ જાની, કેતન મંડ, પિયુષ સખીયા, મનીષ આચાર્ય, વિવેક ધનેશા, વિજય રૈયાણી, પંકજ દોંગા, રેખાબેન તુવર તથા લાયબ્રેરી સેક્રેટરી સંદિપ વેકરીયાએ ભારે જહેમત ઉઠાવી હતી.

(3:21 pm IST)