Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

વિરડા વાજડીના દિલીપ ચોરડાને બે વાહનચોરીમાં તાલુકા પોલીસે પકડ્યો

મુળ માણેકવાડાનો વતનીઃ હેડકોન્સ. મોહસીનખાન મલેક, કોન્સ. અમીન ભલુર અને અરજણ ઓડેદરાની બાતમી

રાજકોટ તા. ૬: કાલાવડ રોડ પર વિરડા વાજડી ગામે રહેતાં મુળ માણેકવાડાના દિલીપ મંગાભાઇ ચોરડા (ઉ.૨૫)ને તાલુકા પોલીસે પકડી લઇ બે વાહનચોરીનો ભેદ ખોલ્યો છે. તેની પાસેથી એક બાઇક અને એક એકસેસ કબ્જે લેવાયા છે. આ વાહનો તેણે સત્યાસાઇ મેઇન રોડ પર અને મવડી બાપા સિતારામ ચોક પાસેથી ચોરી કર્યાનું કબુલ્યું છે. ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમ, ડી. વી. બસીયાની સુચના હેઠળ પીઆઇ જે. વી. ધોળાની રાહબરીમાં પીએસઆઇ એન. ડી. ડામોર, એએસઆઇ આર. બી. જાડેજા, વિજયગીરી, હરસુખભાઇ, મનિષભાઇ, ધર્મરાજસિંહ, હર્ષરાજસિંહ અને પરિમલભાઇએ આ કામગીરી કરી હતી.

(4:02 pm IST)