Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

ગોંડલ સ્ટેશન પ્લોટમાં થયેલી ચોરીમાં પકડાયેલા કરણ અને સોહીલે વધુ એક ચોરી કબુલી

બંનેએ સ્ટેશન પ્લોટમાં મનીષભાઇ છાંટબારના મકાનમાં ૪પ હજારની ચોરી કરી'તી

રાજકોટ, તા., ૬: ગોંડલના સ્ટેશન પ્લોટમાં થયેલી ચોરીમાં પકડેલા બે શખ્સોની પુછપરછ દરમ્યાન સ્ટેશન પ્લોટમાં જ એક મકાનમાં ૪પ હજારની ચોરી કર્યાની કબુલાત આપી હતી.

મળતી વિગત મુજબ ગોંડલના સ્ટેશન પ્લોટમાં થોડા સમય પહેલા એક મકાનમાં રૂ. ર૦ હજાર રોકડ, કેમેરો સહીત રૂ. ર૭ની ચોરી થઇ હતી. આ બનાવમાં ગોંડલ સીટી પોલીસ મથકના પી.એસ.આઇ. વી.પી.કનારા સહીતના સ્ટાફે ગોંડલના કરણ અશોકભાઇ પરમાર અને સોહીલ ઇકબાલભાઇ શેખને પકડી લીધા હતા. પોલીસે બંનેની પુછપરછ કરતા બંનેએ ગત તા.૧/૨ ના રોજ રાત્રે સ્ટેશન પ્લોટ શેરી નં. ૧૩ માં રહેતા મનીષભાઇ સુરેન્દ્રભાઇ છાંટબાર (ઉ.વ.૪૧)ના મકાનના તાળા તોડી રૂ. ૪પ૦૦૦ની ચોરી કર્યાની કબુલાત આપી હતી.

(11:45 am IST)