Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

સતત ૨૬માં વર્ષે રાજકોટની વિખ્યાત સંદેશ સ્ટાર ક્રિકેટ ટીમ દીવના પ્રવાસે : ૨ ક્રિકેટ અને ૩ વોલીબોલ મેચ રમશે

રાજકોટ, તા. ૬ : રાજકોટની જાણીતી ક્રિકેટ સંસ્થા સંદેશ સ્ટાર ક્રિકેટ કલબ દ્વારા છેલ્લા ૨૫ વર્ષ થયા દીવના પ્રવાસે જતી આ સંસ્થા આ વર્ષે પણ ત્રણ દિવસના પ્રવાસે રવાના થઈ હતી.

કોરોના કાળને કારણે ગયા વર્ષે કેન્સલ થયેલ ટૂર આ વખતે દીવના વ્યવસ્થાપકો દ્વારા આમંત્રણ મળ્યા બાદ આજે કેપ્ટન અરૂણ દવેના માર્ગદર્શન હેઠળ આ ટીમ સતત ૨૬માં વર્ષે રવાના થયેલ. દીવ ખાતે બે ક્રિકેટના મેચ તથા ૩ વોલીબોલ મેચ રમી જોવાલાયક સ્થળો તથા દર્શન કરી ટીમ રવિવારે સોમનાથ જશે અને સોમનાથદાદાના દર્શન કરી ટીમ રવિવારે સાંજે રાજકોટ પરત ફરશે. ટીમમાં કુલ આજે ૨૧ થી વધુ મેમ્બરો જોડાયા છે. તેમાં અરૂણ દવે, સુનિલ પારેખ, દિગેશ માંકડ, રમેશ પટેલ, કનું ડોબરીયા, પોલ ભાઈ, પિયુષ છાયા, જગદીશ ખાખરીયા, વિપુલ માંકડ, પરાગ પાવો, કલ્પેશ પંડ્યા. મનન માંકડ. રાજુ કિકાની, માલવ માંકડ, જીગ્નેશ પટેલ, દિપક કોઠારી, રાજુ દવે, બિમલ ત્રિવેદી, ગોપાલ પંડ્યાનો સમાવેશ થાય છે.

(11:18 am IST)