Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

દિવ્યાંગો પણ વેબસાઇટનો ઉપયોગ કરી શકે તેવી ટેકનિક વિકસાવો

રાજકોટના હિતાર્થ રાજા દ્વારા રજુઆતની ઝુંબેશ

રાજકોટ તા. ૬ :.. અત્યારે આખું વિશ્વ કોરોના વાઇરસના સંક્રમણને લઇને એક મહાસમસ્યા સામનો કરી રહ્યું છે. આવા સમયે સરકાર દ્વારા લોકોને કોવિડ ને લગતી વધુમાં વધુ માહિતી નાગરીકોને મળી રહે તેના માટે વેબસાઇટ, પોર્ટલ, મોબાઇલ એપ્સ, કોવીડ ડેશબોર્ડ વગેરે ઓનલાઇન માહિતીના સ્ત્રોત ઉભા કરવામાં આવેલ છે.

રાજકોટના કાયદાના વિદ્યાર્થી હિતાર્થ રાજા અને તેની ટીમ દ્વારા થોડા સમય પહેલા એવું નોંધવામાં આવેલ કે સરકાર દ્વારા મુકવામાં આવતી માહિતી દિવ્યાંગોને મેળવવામાં ખુબ તકલીફ પડે છે. ખરેખર તો ભારત સરકાર દ્વારા ડબલ્યુસીએજી તૈયાર કરવામાં આવેલ છે જેના અંતર્ગત, સરકારની તમામ વેબસાઇટ એવી રીતે તૈયાર કરવામાં આવે કે અંધ, મૂંગા, બહેરા અને અન્ય દિવ્યાંગો પણ તેનો ઉપયોગ કરી બરાબર માહિતી મેળવી શકે.

હિતાર્થ રાજા હાલ હરિયાણા ખાતે આવેલ ભારતની શ્રેષ્ઠ લો કોલેજોમાં ગણના થાય છે તેવી જિંદાલ ગ્લોબલ લો સ્કુલમાં ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે. હિતાર્થ અને તેની ટીમ દિવ્યાંગોના પ્રશ્નને વાચા આપવા માટે ડીઝેબલીટી કિલનીક ચલાવે છે. હિતાર્થના કહેવા પ્રમાણે ભારત સરકારની આરોગ્ય સેતુ એપ તથા Mygov.in/covid-19 વેબસાઇટ જે કોવીડની માહિતીના મુખ્ય સ્ત્રોત છે. તેમાં અંધ લોકો માટે ટેકસ્ટ-ટુ સ્પીચ સુવિધા હોવી જોઇએ. આ ઉપરાંત વેબસાઇ એમ ઉપર રહેલી તમામ વિડિઓમાં કેપ્શન હોવા ફરજીયાત છે. જેથી સાંભળવામાં તકલીફ હોય તેવા લોકોને વાંચી કે નિયમ પ્રમાણે જેટલી વિડિઓ સાઇટ ઉપર રહેલી હોય તેટલી વિડિઓ સાઇન લેન્ગવેજમાં પણ મુકવી ફરજીયાત છે. જેથી મુક-બધિર લોકો પણ માહિતી મેળવી શકે. દરેક વેબસાઇટ ઉપર સ્ક્રીન રીડર એકસેસની સુવિધા હોવી પણ જરૂરી છે. જેનાથી અંધના હોય પરંતુ આંખમાં તકલીફ હોય તેવા લોકો પણ આ માહિતી મેળવી શકે. હાલ આ કોઇ સુવિધા આ બધા માહિતી સ્ત્રોત ઉપર ઉપલબ્ધ નથી. ગુજરાત સરકારના કોવીડ ડેશબોર્ડ ઉપર પણ આ કોઇ સગવડતા ઉપલબ્ધ નથી.

આ ઉપરાંત સરકાર દ્વારા તમામ મહતવપૂર્ણ માહિતીનો અંધજનો માટેની ભાષા બ્રેઇલમાં અનુવાદ કરવો અને તે બ્રેઇલ માહિતી સરકારી ઓફિસોમાં ઉપલબ્ધ રાખવાનો નિયમ છે, પરંતુ સરકાર દ્વારા આ સુવિધા અત્યારે આપવામાં આવતી નથી.

આ અંગે માતા ડો. દીપા રાજા અને પિતાશ્રીના પ્રોત્સાહથી હિતાર્થ રાજા (મો. ૯૬૩૮૧ ૦૦૦૬૬) પ્રયત્નશીલ બન્યા છે. અને ઓફિશ્યલ પત્ર વ્યવહારની સરકારમાં રજુઆતો કરી રહ્યા છે.

(3:22 pm IST)