Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

સોશિયલ ડીસ્ટન્સનો ભંગ કરનારા સાત ડ્રોન કેમેરામાં અને માસ્ક ન પહેરનારા સહિત ૪૭ ઝડપાયા

રાજકોટ,તા. ૬: કોરોના મહામારીમાં અનલોક -૫માં સરકારે વધુ છુટછાટ આપી છે. પરંતુ સોશિયલ ડીસ્ટન્સ, માસ્ક, જાહેરમાં થુંકવુ નહીં એ સહિતના નિયમોનું પોલીસ પાલન કરાવી રહી છે. જેમાં ગઇ કાલે ડ્રોન કેમેરાની મદદથી અલગ અલગ વિસ્તારમાં એકઠા થનારા સાત અને દુકાન બહાર સોશિયલ ડીસ્ટન્સનુ પાલન ન કરાવનાર વેપારીઓ સહિત ૪૭ લોકોને પકડી કાર્યવાહી કરી હતી. જેની વિગતો આ મુજબ છે.

એ ડીવીઝન પોલીસે માલવીયા ચોક પાસેથી રીક્ષા ચાલક હર્ષ જીજ્ઞેશભાઇ જોષી, યાજ્ઞીક રોડ પર ડ્રોન કેમેરાની મદદથી રીક્ષા ચાલક કેવલ રઘુભાઇ પરમાર, સોની બજાર માંડવી ચોક પાસે ઝલક પાન નામની દુકાન ધરાવતા નલીન જનકભાઇ સાહોલીયા તથા બી ડીવીઝન પોલીસે ભગવતીપરા મેઇન રોડ પર શકિત ટી સ્ટોલ નામની દુકાન ધરાવતા મુળુ ધુધાભાઇ મુંધવા, પારેવડી ચોક પાસે મનહરપાન એન્ડ કોલ્ડ્રીંકસ નામની દુકાન ધરાવતા  કલ્પેશ અમૃતલાલભાઇ વાડલીયા, પેડક રોડ પર ખાખી સેલ્યુલર નામની મોબાઇલની દુકાન ધરાવતા ચંદ્રેશ મુકુંદભાઇ કાઠી, ડ્રોન કેમેરાની મદદથી પેડક રોડ બાલક હનુમાન મંદીર પાસે ભૈરૂનાથ આઇસ્ક્રીમ નામની દુકાન ધરાવતા પ્રકાશ ભેરૂલાલભાઇ જાટ, બ્રાહ્મણીયા પરા મેઇન રોડ પરથી શ્યામ પાન નામની દુકાન ધરાવતા નિલેશ ગીરધરભાઇ પરમાર, તથા ભકિતનગર પોલીસે કોઠારિયા મેઇન રોડ પરથી રીક્ષા ચાલક પ્રવિણ કાનજીભાઇ સોલંકી, હરીધવા મેઇન રોડ પર મીસરી ટેઇલરીંગ નામની દુકાન ધરાવતા રાજીવ ઉફે રાજુ ભરતભાઇ પીઠડીયા, તથા કુવાડવા પોલીસે ડ્રોન કેમેરાની મદદથી કુવાડવા ગામમાંથી દેવેન્દ્રસિંગ, રાજેન્દ્રસિંગ શેખવત, ગોપાલ કૈલાસસિંહ સીંગ, દેવરાજ નરશીભાઇ ઝાલા, વસીમ કાસમભાઇ ધોણીયા, હસમુખ નાથાભાઇ ગોહેલ, મિતેશ લક્ષ્મણભાઇ ગોહેલ, વિપુલ હરીભાઇ ચાવડા, પ્રકાશ જેરામભાળ ચાવડા, તથા સોખડા ચોકડી પાસેથી ધવલ વક્રીમભાઇ ગોલતર, વિશાલ વીભાભાઇ શીયાળ, દિવેલીયા પરા ઇંટોના ભઠ્ઠા પાસેથી વિશાલ ધનજીભાઇ ઝંઝવાડીયા, કુવાડવા ગામમાંથી અકરમ અલ્લારખાભાઇ ઉનડજામ, રાજુ ભગવાનભાઇ મુછાળ, તથા આજીડેમ પોલીસે કોઠારિયા રોડ રણુજા મંદિર સામે માટેલ ટી સ્ટોલ ધરાવતા પીન્ટુ વાલજીભાઇ મુંધવા તથા માલવીયાનગર પોલીસે મવડી ફાયર બ્રિગેડ પાસેથી ચાની હોટલ ધરાવતા ચંદ્રકાંત ચતુરભાઇ ખેરવાડીયા તથા પ્રનગર પોલીસે મોટી ટંકા ચોક પાસેથી રીક્ષા ચાલક મહેન્દ્રભાઇ લાલજીભાઇ જીતીયા, લીમડા ચોક પાસે બોમ્બે સ્ટાઇલ વડાપાઉં નામની દુકાન ધરાવતા મોહીનુદીન જાકીરભાઇ કુરેશી, હરીહર ચોક પાસે મોમાઇ ટી સ્ટોલ ધરાવતા દીપક લખાભાઇ સુસરા તથા ગાંધીગ્રામ પોલીસે રૈયા રોડ હનુમાન મઢી પાસેથી લાલજી લખુભાઇ ધારેવાડીયા, મુના સોંડાભાઇ ભુંડીયા, રીક્ષા ચાલક નરેન્દ્ર સુંદરદાસભાઇ આશવાણી, જામનગર રોડ બજરંગવાડી પોલીસ ચોકી પાસેથી રીક્ષા ચાલક જીલુ હમીરભાઇ ડાંગર, હનુમાન મઢી ચોક અંબીકા પાર્ક સોસાયટી પાસે યશ એન્ટરપ્રાઇઝ નામની કરિયાણાની દુકાન ધરાવતા યશ રાજેન્દ્રભાઇ માંડવીયા, રૈયા રોડ હનુમાન ચોક તીરૂપતિનગરમાંથી અશ્વિન ભાણજીભાઇ સવનીયા, તાલુકા પોલીસે કાલાવડ રોડ ગવર્નમેન્ટ કવાર્ટર પાસેથી પંકજ રમણીકલાલ ગાંધી, દેવાંગ દિનેશભાઇ અમીપરા, ઠાકર ચોક પાસેથી રીક્ષા ચાલક ઉદય ઉર્ફે ગોરાભાઇ વોરા, વાવડી પોલીસ ચોકી પાસેથી બાઇક પર ત્રીપલ સવારી નિકળેલા પ્રતિક વિરમભાઇ વડીયાતર, ડેવીડ વિરમભાઇ વડીયાતર, વીપુલ બચુભાઇ ચાવડા, પાટીદાર ચોક પાસેથી શૈલેશ રવજીભાઇ બગડા, તથા યુનિવર્સિટી પોલીસે દોઢ સો ફુટ રોડ સોમનાથ રોડ પર નકલંક ટી સ્ટોલ નામની દુકાન ધરાવતા વીરમ કડવાભાઇ ચિરોડીયા, સાધુવાસવાણી રોડ ધનલક્ષ્મી કોમ્પ્લેક્ષમાં આવેલ બજરંગ ભેળ નામની દુકાન ધરાવતા ભરત ગોવિંદભાઇ બોલણીયા, પુષ્કર ધામ મેઇન રોડ પર હોકર્સ ઝોન નામની દુકાન ધરાવતા અંકુર ભરતભાઇ રૂપારેલીયા, મનીષ હરેશભાઇ રોયડા, નટુ રાણાભાઇ, મકવાણા, અને પંચાયત ચોક પાસેથી રીક્ષા ચાલક અજય ગેલાભાઇ સોઢાને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:30 pm IST)