Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

ખેતી કામ કરવાના બહાને વાડીએ લઇ જઇને બળાત્કાર ગુજારવા અંગે જામીન અરજી નામંજુર

જસદણના વનાળા ગામના શખ્સે બળાત્કાર ગુજારતાં ગુનો નોંધાયેલ

રાજકોટ તા. ૬: ખેતી કામ કરાવવાના બહાને વાડીએ લઇ જઇ બળાત્કાર કર્યાના ગુન્હામાં સંડોવાયેલ આરોપીની સેસન્સ અદાલતે અરજી રદ કરી હતી.

આ કેસની હકીકત એવી છે કે આરોપી વિપુલગીરી રમેશગીરી બાવાજી રે. વનાળા તા. જસદણ વિરૂધ્ધ ફરીયાદણે તા. પ-૮-ર૦ર૦ના રોજ રાજકોટ ગ્રામ્ય જસદણ પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી કલમ ૩૭૬, ૩ર૩ તથા એટ્રોસીટી એકટ હેઠળ ફરીયાદ દાખલ કરી એવી હકીકત જણાવેલ કે આરોપી તેઓની વાડીની બાજુમાં ભાગ્યામાં અન્ય ખેતર ખેડવા માટે રાખેલ ત્યારે આરોપી ફરીયાદણ પાસે આવી તેમની વાડીમાં ભારો ચડાવવા માટે મદદ કરવા જણાવતા ફરીયાદણે મદદ કરવાની ભાવનાએ તેમની સાથે વાડીએ જતા આરોપીએ મોઢે ડુચો આપી અને બળાત્કાર ગુજારેલ. આવી ફરીયાદ આવતા જસદણ પોલીસ સ્ટેશન દ્વારા આરોપીની ધોરણસરની અટક કરેલ અને ત્યારબાદ તપાસ પૂર્ણ ચાર્જશીટ ફાઇલ કરવામાં આવેલ હતી.

સરકાર પક્ષે સરકારી વકીલ એ. એસ. ગોગિયા દ્વારા જામીન અરજીનો વિરોધ કરતા જણાવેલ કે, એફઆઇઆર કે ચાર્જશીટમાં આરોપી અને ભોગ બનનારના પ્રેમ સંબંધ બાબતે કોઇ હકીકતો જણાવેલ નથી તેવી જ રીતે ભોગ બનનારની ઉંમર પપ વર્ષ ઉપરાંતની છે જયારે આરોપી ૩૦ વર્ષનો હોય આરોપીએ ફકત અને ફકત જાતીય લાગણીઓ સંતોષવા માટે ફરીયાદણ અનુસુચી જનજાતિની જાણવાનું હોવા છતાં બળાત્કાર ગુજારેલ. આમ ચાર્જશીટ થયા બાદ આરોપી અરજદાર દ્વારા બદલાયેલા સંજોગો સાબીત કરી શકેલ ન હોય જ ામીન અરજી રદ કરવા રજુઆત કરેલ.

બંને પક્ષકારોની રજુઆતો તેમજ પોલીસ પેપર્સ તથા પોલીસ અમલદારનું સોગંદનામું વગેરે ધ્યાને લીધા બાદ એડીશનલ ડીસ્ટ્રીકટ સેસન્સ જજ શ્રી યુ. ટી. દેસાઇ સરકારપક્ષે રજુ થયેલ દલીલો સાથે સહમત થયેલ અને ગુન્હાની ગંભીરતા જોતા આરોપી અરજદારની જામીન અરજી માન્ય રાખી શકાય નહીં જેથી અરજદાર આરોપીની જામીન ઉપર છુટવાની અરજી રદ કરતો હુકમ કરેલ હતો. આ કામે સરકાર પક્ષે સરકારી વકીલ શ્રી અનિલ એસ. ગોગીયા રોકાયેલ હતા.

(3:33 pm IST)