Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

રાજકોટ ડેરીના ચેરમેનની ચૂંટણી તા. ૧રમીએઃ ગોરધનભાઇ નક્કી

રાજકોટ તા. ૬: જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના બોર્ડ ઓફ ડીરેકટર્સની ચૂંટણી બિનહરીફ થઇ જતા હવે ચેરમેનની ચૂંટણી માટે એજન્ડા બહાર પડયાં છે. તા. ૧રમીએ સવારે ૧૧ વાગ્યે ડેરી ખાતે ચેરમેનની ચૂંટણી થનાર છે. ગોવિંદભાઇ રાણપરિયા ર૦ વર્ષથી ચેરમેન છે. નવા ચેરમેન તરીકે તેમનું નામ ચર્ચામાં હોવા ઉપરાંત વિકલ્પે વિરપુરના ગોરધનભાઇ ધામેલિયાનું નામ મજબૂત રીતે ઉપસી રહ્યું છે. જયેશ રાદડિયા જે પસંદગી કરે તે જ આખરી રહેશે. ડેરીના ડીરેકટરોની ચૂંટણી વખતનો કાનૂની વિવાદ હજુ ચાલુ હોવાનું જાણવા મળે છે.

(3:35 pm IST)