Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

વિશ્વશાંતિના ઉદ્દેશથી રાજકોટની વિધિ ઉપાધ્યાયનું નવુ સોંગ યુ-ટયુબ ઉપર મુકાયુ

WE ARE ONEનો ઉદ્દેશ આપી ૧૦૦થી વધુ ભાષામાં ગીત રજૂ કર્યું

રાજકોટ તા. ૬ : રાજકોટની દીકરી કુ. વિધિ ઉપાધ્યાય કે જે છેલ્લા ૬ વર્ષથી પોતાની સંગીત કારકિર્દીઙ્ગ માટે મુંબઈ રહે છે તેમણે હાલમાં સંપૂર્ણ વિશ્વમાં પ્રવર્તતી અશાંતિ તથા તણાવ ભરી સ્થિતિને ધ્યાનમાં લઈને વિશ્વશાંતિઙ્ગના ઉદ્દેશ્યથી વિશ્વના તમામ દેશોમાં લાગણી અને ભાઈચારો વધે તે માટે “WE ARE ONE” ના ટાઇટલથી એક અકલ્પનીય અને અભૂતપૂર્વ ગીત બનાવ્યુ છે. જેમાં વિશ્વના ૨૫૫ દેશોની ૧૦૦થી વધુ મુખ્ય ભાષાઓ માં “WE ARE ONE” નું રૂપાંતર કરીને પોતે જાતેજ લખી, તેમને સૂરોમાં પરોવી અને પોતાનો કંઠ આપીને હાલમાં જઙ્ગ વિશ્વ ને અર્પણ કરેલ છે, જે તેમની યુ-ટયૂબ ચેનલ પર જોવા મળશે.

ઉપરોકત મ્યુઝિક વિડિયોમાં નીચે ના ભાગમાં દરેક દેશની ભાષા દર્શાવેલ છે. આ અદ્ભૂત ગીત બનાવવું એ તેમના માટે એક સપનું હતું જે અથાગ પરિશ્રમ બાદ આખરે તા. ૩-૧૦-૨૦૨૧ના રોજ હકીકત માં પરિણામ પામ્યું. આ ભગીરથ કાર્ય વડે કુ. વિધી ઉપાધ્યાય એઙ્ગ માત્ર રાજકોટ શહેરનું જ નહીં પરંતુ સમગ્ર ભારતઙ્ગ દેશનું નામ વિશ્વ પટલ પર ઝળહળતું કર્યું છે.ઙ્ગ આ માટેઙ્ગ તેમને અપાર ધન્યવાદ આપવા ઘટે.ઙ્ગ

યુ-ટયૂબ પર તેમની ચેનલ વિધિ ઉપાધ્યાયના નામથી છે. આ પહેલા પણ તેમણે ઘણા ગીતો બનાવીને તેમની ચેનલ પર મુકેલ છે. તેમના કહેવા મુજબ આપના લાઇક અને સબસ્ક્રાઇ જઙ્ગ તેમના માટે વિશેષ આશીર્વાદ સમાન છે. રાજકોટની દીકરીએ સમગ્ર ભારત ઉપરાંત દેશ-વિદેશમાં આ સોંગ રજૂ કરીને ઝળહળતી સિધ્ધી પ્રાપ્ત કરી છે.

(10:03 am IST)