Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

ગુજરાતીઓની ગળથૂથીમાં વસેલા ગળપણનો રીયલ ટેસ્ટ 'શ્રી કૃષ્ણ ડેરી ફાર્મ'

અદભૂત મીઠાઇઓની મીઠાસ સાથે લોકોને અહિં વિશ્વાસ પણ મળે છે. : છેલ્લા ૩૦ વર્ષથી વધુના સમયથી શ્રી કૃષ્ણ ડેરી ફાર્મ પરિવારની ત્રણ પેઢી સહિયારો પુરૂષાર્થ કરી રહી છે અને ૧૭ જણાનો આખો પરિવાર એક જ છત નીચે ખુબ જ સંપથી રહે છે અને એકજ રસોડે જમે છે.! : એક એક થી ચડીયાતી મીઠાઇઓ, દાઢ ડળકે તેવા નેચરલ આઇસ્ક્રીમ અને કેન્ડી, તબેલાનું પ્યોર નેચરલ ઉંચા ફેટના દૂધમાં શ્રી કૃષ્ણ ડેરી ફાર્મની માસ્ટરી છે. : અહિં આવે તેનું પેટ મીઠાઇ જોઇ-ચાખીને જ ભરાઇ જાય તેની ગેરંટી! : નજીકના ભવિષ્યમાં શ્રી કૃષ્ણ અને યુનિક ને સાથે લઇ 'કૃનિક' નામ સાથે નવું પ્રોડકશન હાઉસ બનશે.

કાજુ કતરી અને મીલ્ક ચોકલેટ નટ્સ સાથે જીભના ગળચટ્ટા સ્વાદને સંતોષતી 'એકઝોટીકા', ખજુર-મધ અને ડ્રાઇફ્રુટ સાથે દાઢે વળગે તેવા 'રંબલ્સ', સ્વાદરસને પોંખતા મીઠાંમધુરા સ્વાદિષ્ટ વિવિધ પેંડા..... આટલું વાંચીને જો મધલાળ ટપકી હોય તો વિચારો તેનો સ્વાદ ચાખીને કેવી મજ્જા આવે? આપણા ગુજરાતીઓની ગળથૂથીમાં વસેલા ગળપણનો જો રીયલ ટેસ્ટ કરવો હોય તો કંઇપણ વિચાર્યા વિના પહોંચી જ જાવ 'શ્રી કૃષ્ણ ડેરી ફાર્મ' પર. અહિં અદભૂત મીઠાઇઓની મીઠાસ સાથે લોકોને શુધ્ધતા, કવોલિટી અને કવોન્ટીટી સાથે વિશ્વાસ પણ મળે છે. છેલ્લા ૩૦ વર્ષથી વધુનો સમય થયો પણ શ્રી કૃષ્ણ ડેરી ફાર્મ પરિવારની ત્રણ પેઢી સહિયારો પુરૂષાર્થ કરી રહી છે એટલું જ નહીં આજના યુગમાં વડિલ શ્રી દાદાભાઇ ચાવડાના વડપણ હેઠળ ૧૭ જણાનો આખો પરિવાર એક જ છત નીચે ખુબ જ સંપથી રહે છે અને એકજ રસોડે જમે છે.!

આમતો ગામેગામની ફેમસ સ્વીટ્સ હોય જ છે. તહેવારોની આગવી મીઠાઈઓ હોય છે ! મનલુભાવન મીઠાઈઓનો મધુરસ જેમ મોંમાં ખાધા પછી પણ ઝરતો રહે છે, એમ ગમતી અને ભાવતી મીઠાઈઓની સાથે જોડાયેલા સંભારણા પણ મીઠા લાગે છે ! આવા જ સંભારણા છે શ્રી કૃષ્ણ ડેરી ફાર્મના. હાલ ૮૪ વર્ષ વટાવી ચૂકેલા ચાવડા પરિવારના મોભિ દાદાભાઇ એ આ યાત્રા શરૂ કરી. મૂળ અમરેલી પાસેના માલવણ ગામના દાદાભાઇ જયારે ૧૫ વર્ષના હતા ત્યારથી ખેતીવાડીમાં લાગી ગયેલા. એ વખતે તેઓ ત્યાં ભાગ્યાનું એટલે કે ખેતરમાં મજૂરીકામ કરતા. એ પછી ૧૯૮૨ ની સાલમાં નવું કામ કરવાના નિશ્યય સાથે રાજકોટ દૂધ વેંચવાનું નક્કી કર્યું. એ સમયે બહુ ઓછા ડેરી ફાર્મ હતા. દાદાભાઇ જસદણ તાલુકાના કમળાપુર ગામથી એ વખતે પહેલીવાર ૭ લીટર દૂધ લઇ રાજકોટ વેંચવા આવેલા. હાલમાં જયાં શ્રી કૃષ્ણ ડેરી ફાર્મ આવેલી છે ત્યાં કૃષ્ણનગર મેઇનરોડ પર એક લીમડા નીચે ઉભા રહી ટેમ્પોમાં કેન રાખી ૨ રૂ. લીટર દૂધ વેંચવાનું શરૂ કરેલું. એ વખતે દૂધ કમળાપુરથી આવતું. દાદાભાઇનો એક જ નિયમ કે રાજકોટવાસીઓને દૂધ આપવું પણ એ-વન કવોલિટીનું જ આપવું. પછી તો રાજકોટના નાગરીક બેન્ક ચોક ખાતે દૂધ વેંચતા. શહેરના જાણીતા ડો.બુધ્ધદેવને  ઘરે દાદાભાઇ દરરોજ સાઇકલ પર અડધો લીટર દૂધ આપવા જતા. ધીમે ધીમે ઘરાકી વધતી ગઇ. એ વખતે દાદાભાઇના ત્રણ દિકરાઓ ભરતભાઇ, સુરેશભાઇ અને જનકભાઇ (લાલાભાઇ) માંના સૌથી મોટા ભરતભાઇ અને સુરેશભાઇ રાજકોટ કારખાનામાં ૭ રૂ. રોજ થી નોકરી કરતા. દૂધનો વ્યવસાય વધતા તેઓ તેમના પિતા દાદાભાઇ સાથે દૂધ વેંચાણમાં જોડાયા.

વડિલ દાદાભાઇએ કહ્યું કે, સારૂ અને શ્રેષ્ઠ દૂધ આપવા પછી મેં ગામડાઓ ગોત્યા. સારૃં દૂધ ગોતવા માટે દાદાભાઇ ગામડે ગામડે ફર્યા. સાસણ, માલણકા, મેંદરડા, પોરબંદર, ખાગેશ્રી, કૂતિયાણા, માણાવદર, સદરદારગઢ, જીંજરી વગેરે જગ્યાએ ફર્યા. દાદાભાઇ બેસ્ટ કવોલિટીનું દૂધ ગોતવા ડ્રાઇવર સાથે નીકળી પડતા. રાત્રે પોરબંદર રહે તો સવારે સાસણ જાય. દાદાભાઇ દૂધ લાવે અને દિકરાઓ અહિં વેંચે. એસ.ટી. બસમાં દૂધના કેન આવે તો એકલા હાથે બધા ઉતારતા અને સાઇકલ પર પાંચ કેન લઇ જઇ દૂધ પહોંચાડ્યાના દાખલા છે.! બેસ્ટ કવોલિટીનું દૂધ હોય રાજકોટની અનેક હોટલોમાં તેમજ ગુરૂકૂળમાં પણ શ્રી કૃષ્ણ ડેરી ફાર્મનું દૂધ જ જાય. જેમાં પટેલ આઇસ્ક્રીમવાળા પરબતભાઇએ ખુબ ટેકો આપ્યો હતો. કયારેક દૂધ બગડી પણ જાય તો નુકસાની પણ એટલીજ ભોગવી. ૧૫ વર્ષ થી વધુ સખત મહેનત કરી રાજકોટને સારૂ દૂધ આપવા દાદાભાઇએ આખી જીંદગી ખપાવી દીધી અને હજી પણ સંઘર્ષરત છે.

આહિર જ્ઞાતિ ના ઘરેણારૂપ આ ચાવડા પરિવાર ખુબ ભાવથી લોકોને જમાડવામાં માને છે. દાદાભાઇ માને છે કે લોકોને પ્રેમથી ખવરાવીએ છીએ એટલેજ કૂદરતે આપ્યું છે. શ્રી કૃષ્ણ ડેરી ફાર્મની શરુઆત થઇ પછી ધીમે-ધીમે ભરતભાઇ, સુરેશભાઇ (કે જેઓ બિલ્ડીંગ ક્ષેત્ર સાથે પણ સંકળાયેલા છે) અને જનકભાઇ (લાલાભાઇ) એ દ્યરે પેંડા બનાવવાનું શરૂ કર્યું. અત્યારે શ્રી કૃષ્ણ ડેરી ફાર્મ ૨૫ થી ૩૦ મીઠાઇઓ ની વેરાઇટી, ૩૦ થી વધુ નેચરલ આઇસ્ક્રીમની વેરાઇટી (જે લાલાભાઇ સંભાળે છે), તબેલાનું પ્યોર નેચરલ ઉંચા ફેટનું દૂધ કે જેમાં શ્રી કૃષ્ણ ડેરી ફાર્મની માસ્ટરી છે. સૌથી ઓછી ખાંડ સાથે અદભૂત મીઠાઇઓ બનાવે છે. શ્રી કૃષ્ણ ડેરી ફાર્મ ની પ્રગતિમાં ગોપાલભાઇ કચ્છી પટેલ નો ખુબજ સહયોગ રહ્યો. દૂધ ની સાથે તેઓએ ભરોસો પણ જીત્યો. જયારે ડેરીનો વ્યાપ વધારવાનો હતો ત્યારે ગોપાલભાઇએ તેમનું મકાન બંધ મુઠ્ઠી બાંધી 'જે દેવું હોય તે દેજો'કહી દાદાભાઇને સોંપેલું. આજે પણ તેઓનો સંબંધ દૂધમાં સાકરની જેમ ભળે તેવો મીઠો રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ સાથે હરિભાઇ વાલાભાઇ ડાંગરનો પણ એટલોજ સહયોગ રહ્યો છે.

જયારે ગુજરાતમાં ભૂકંપ આવ્યો ત્યારે એ સમયે એમએલએ રમેશભાઇ રૂપાપરાએ દોશી હોસ્પીટલમાં જરૂરિયાતમંદ લોકો માટે શરૂ કરેલ રસોડામાં એક મહિનો દૂધ - છાશ શ્રી કૃષ્ણ ડેરી ફાર્મ દ્વારા અપાયા હતા. હાલ અહિં મીઠાઇની મીઠાસ માણવા લોકો રીતસર લાઇન લગાવે છે. જે કોઇ આવે તેને ખુબ પ્રેમથી મીઠાઇ નો ટેસ્ટ કરાવાય છે. લોકોનું પેટ મીઠાઇ જોઇ-ચાખીને જ ભરાઇ જાય તેની ગેરંટી! શ્રી કૃષ્ણ ડેરી ફાર્મમાં દૂધ-દહીં-છાશ ની સાથે અદભૂત મીઠાઇઓની ભરમાર હોય છે. અહિં દરરોજ ફ્રેશ મીઠાઇ જ બનાવાય છે. લોકોની માંગ મુજબ ઓર્ડર પણ લેવાય છે.

આજના જમાનામાં પણ દાદાભાઇ ચાવડાનો ૧૭ જણાનો પરિવાર સંયુકત કુટુંબમાં રહે છે અને એકજ રસોડે જમે છે. દાદાભાઇના સંઘર્ષ, કર્મ અને પુણ્યથી આજે આ શકય બન્યું છે. શ્રી કૃષ્ણ ડેરી ફાર્મ પરિવાર આખો ભકિતભાવવાળો છે. દરરોજ સાંજે ઘરમાં સત્સંગ થાય છે. એક જૈન મહારાજસાહેબે આ પરિવારને ત્યાં પગલા પાડી, રોકાણ કરી આશીર્વાદ પણ આપેલા. ચાવડા પરિવારના ગુરૂ શ્રી દેશળપીર દાદા ના અપાર આશીર્વાદ તેમના પર છે. ૧૭ જણાના આ સંયુકત પરિવારમાં વડિલ દાદાભાઇ, (સ્વ.રાધાબાઇ બેન દાદાભાઇ ચાવડા), ભરતભાઇ-જયાબેન, સુરેશભાઇ-ગીતાબેન, જનકભાઇ(લાલાભાઇ)-પારસબેન, રૂમિતભાઇ-મિરાંબેન, અર્જુનભાઇ-નૈનાબેન અને બાળકોમાં કૃપાલી, વૈષ્ણવી, મિશ્રી, યુવેન, નિશાંત, સમર્થ છે. જયારે બહેનો નિપાબેન ભરતભાઇ ચાવડા અને નીરૂબેન સુરેશભાઇ ચાવડા છે. દાદાભાઇને ચાર દીકરીઓ શાંતુબેન, ગીતાબેન, શોભનાબેન, સોનલબેન છે જેઓ તેમના સાસરે સુખી છે. દાદાભાઇના ભાઇઓ સ્વ.કાનાભાઇ કરસનભાઇ ચાવડા કે જેઓ તેમના પત્નિના અવસાન પછી દાદાબાપુની સાથેજ રહ્યા તેમજ વિરાભાઇ કરસનભાઇ ચાવડા તેમના પુત્ર ભગવાનભાઇ અને અમિતભાઇ પણ અહિં જ કાર્યરત છે.

શ્રી કૃષ્ણ ડેરી ફાર્મ ને હવે જમાના સાથે નવીં ઉંચાઇએ લઇ જવા સંઘર્ષ કરતા અર્જુનભાઇ (જેઓ એમ.બી.એ. ની ડીગ્રી ધરાવે છે) કહે છે, શ્રી કૃષ્ણ ડેરી ફાર્મ, શ્રી કૃષ્ણ આઇસ્ક્રીમ અને હવે અમે તેને મોટી બ્રાન્ડ બનાવવા જઇ રહ્યા છીએ. જેમાં શ્રી કૃષ્ણ અને યુનિક ને સાથે લઇ 'કૃનિક' નામ આપ્યું છે. રાજકોટમાં સૌથી સારૂ પ્રોડકશન હાઉસ બનાવવા જઇ રહ્યા છીએ. બેસ્ટ વસ્તુ, બેસ્ટ કવોલિટી આપી છે અને આપતા રહેશું. ભવિષ્યમાં ફ્રેન્ચાઇસી પણ આપીશું. શ્રી કૃષ્ણ ડરી ફાર્મની મુલાકાત વખતે બકુલભાઇ રૂપાણી, અમિબેન રૂપાણી, શૈલેષભાઇ ડાંગર, ડો. મનોજભાઇ ભટ્ટી પણ ઉપસ્થિત રહ્યા હતા. ટુંકમાં કહીએ તો જોરદાર મીઠાઇઓની મીઠાસ નો સ્વાદ માણવો હોય તો એકવાર શ્રી કૃષ્ણ ડેરી ની મુલાકાત અચૂક લેવા જેવી છે.(૩૦.૪)

૨૫ વર્ષ પહેલા શ્રી કૃષ્ણ ડેરી ફાર્મના પેંડા મુંબઇમાં વેંચાતા..!

શ્રી કૃષ્ણ ડેરી ફાર્મ માં જયારે મીઠાઇ બનાવવાની શરૂઆત થઇ ત્યારે તેઓ દ્યરમાં જ પેંડા બનાવતા. જેમાં ભરતભાઇ, સુરેશભાઇ અને લાલાભાઇ પેંડા બનાવતા. એ વખતે દૂધના ૭ રૂ. લીટરનો ભાવ હતો. એ સમયે મુંબઇના પ્રખ્યાત ચંદુભાઇ હલવાઇએ વિવિધ જગ્યાએ થી પેંડાના સેમ્પલ મંગાવેલા જેમાં શ્રી કૃષ્ણ ડેરી ફાર્મના પેંડા પાસ થયેલા અને તેમને ઓર્ડર આપેલો. પરિસ્થિતિ એવી હતી કે દર વખતે ઇગલ ટ્રાવેલ્સમાં પેંડા મોકલે પછી ફરી ઓર્ડર આવે તો ત્યાંથી જે ચેક આવતો તે અન્યને કમીશનમાં ચેક આપી રોકડા કરી માલ ખરીદતા. આવું એક વર્ષ ચાલેલું. ૨૫ વર્ષ પહેલા રાજકોટના પેંડા મુંબઇમાં વેંચાતા હોય તે ઘટના ઐતિહાસિક ગણાય.

ભણ્યો નથી પણ 'અકિલા' વાંચી લઉં છું - દાદાભાઇ

ચાવડા પરિવારના વડીલ દાદાભાઇ જેમને લોકો દાદાબાપુ થી પણ સંબોધન કરે છે. તેઓએ બહુ અભ્યાસ કર્યો નથી છતાં આખું અકિલા વાંચે છે. દરરોજ સાંજે અકિલાની રાહ જોવે અને જેવું અકિલા હાથમાં આવે કે એકદમ રસપૂર્વક વાંચે. તેઓ કહે છે, અકિલા મારૃં પોતાનું હોય તેવું લાગે છે. મને બીજું કાંઇ વાંચતા નથી આવડતું પણ અકિલા હું વાંચી લઉં છું. વર્ષોથી અકિલા પ્રત્યે મને ખુબ આદર છે. મને તે ખુબ જ ગમે છે અને પોતિકું લાગે છે.

શ્રી કૃષ્ણ ડેરી ફાર્મમાં બને છે આટલા મીઠાંમધુરા મિષ્ટાન્ન..!

 મીઠાઇ...

દાણાદાર પેંડા, માવાના પેંડા, કેસર પેંડા, ચોકો કેસર, ચોકોનટી પેંડા, મોતીચૂર લાડુ, થાબડી, કલાકંદ, અંજીર પાક, કેસર બાટી, અખરોટ હની, રાજભોગ, રોઝબેરા, માર્સલકેક, કેસર કલાકંદ, કાજુ કતરી (જેમાં બેસ્ટ કાજુ અને ઓછી ખાંડ ની માસ્ટરી છે), એકઝોટીકા, એકઝોટિક બોલ, રંબલ્સ, રૂબીઝ (ગુલકંદ-બદામ-કાજુ), ચોખ્ખા ઘી માંથી દરરોજ બનતી મીઠાઇ, મલાઇ તેમજ માખણ અને આ ઉપરાંત અનેક વેરાઇટી...

 આઇસ્ક્રીમ...

સ્પેશિયલ દૂધમાંથી નેચરલ વેનિલા, કાજુદ્રાક્ષ, અંજીર કાજુ, સંડે-મંડે, ચોકલેટ ચિપ્સ, રાજભોગ, ડ્રાઇફ્રૂટ કિંગ, કેસ્યુનટ, માવાબદામ, કૂકિઝ એન્ડ ક્રિમ, અમેરિકન ડ્રાઇફ્રૂટ, ડાર્ક ચોકલેટ, રોઝ પેટલ્સ, સિતાફળ, રોસ્ટેડ આલમંડ, કેસર પિસ્તા, રેડ વેલવેટ, અરેબિયન નટ્સ, પિસ્તા બદામ, ટેન્ડર કોકોનટ... સાથે થિક શેક અને અનેક વેરાઇટીઝ...

કેન્ડી...

બ્લેક જાંબુન (સ્પેશિયલ વેરાઇટી), જાતે ડેવલપ કરેલી નટીબાર, માવા ચોકલેટ, કાજુ, બદામ, પિસ્તા, ચોકોબાર, મેંગોડોલી, ચોકોકાજુ, માવા મલાઇ, કાજુ ગુલકંદ, કેસર પિસ્તા, સ્ટ્રોબેરી, જામફળ, રોસ્ટેડ આલમંડ... અને બીજી ઘણી વેરાઇટી..

શીખંડ અને મઠ્ઠો...

સફેદ શીખંડ, ફ્રૂટ શીખંડ, કેસર શીખંડ, પાઇનેપલ શીખંડ, ડ્રાઇફ્રૂટ શીખંડ, વેનિલા શીખંડ, ડ્રાઇફ્રૂટ બટરસ્કોચ શીખંડ, ડ્રાઇફ્રૂટ રાજસ્થાની શીખંડ, પાઇનેપલ મઠ્ઠો, ડ્રાઇફ્રૂટ વેનીલા મઠ્ઠો, ડ્રાઇફ્રૂટ બાસુંદી, ડ્રાઇફ્રૂટ રસમાધુરી, કેસર ડ્રાઇફ્રૂટ બાસુંદી, કેસર ડ્રાઇફ્રૂટ રસમાધુરી...

૭ લીટર દૂધથી ત્રણ પેઢી તરી ગઇ...

શ્રી કૃષ્ણ ડેરી ફાર્મ જેના સંઘર્ષથી શકય બન્યું તેવા ૮૪ વર્ષના શ્રી દાદાભાઇ ચાવડા આજે પણ એટલાજ સ્ફુર્તિ સાથે કાર્યરત છે. આટલી ઉંમરે નથી આંખે ચશ્મા કે નથી ડાયાબિટીસ-બ્લડપ્રેશર. આજે પણ ચાર દાદર સડસડાટ ચડી જાય છે. ૪૦ વર્ષ પહેલા તેઓએ પૂજય મોરારિબાપુને ત્યાં મહુવામાં પણ એ વખતે ૧૮ રૂ. મણ લેખે દૂધ વેંચ્યુ છે. આજે પણ વાડીએ જઇ ખેતીવાડી કરે છે. ૪૦ વિઘા ખેતી તેઓ એકલા સંભાળે છે. ૧૫ વર્ષની ઉંમરથી ખેતીવાડી કરતા આવ્યા છે. આજે પણ તેમના ઘરે બે ગાય અને એક વાછરડી પરિવારના સભ્યની જેમ જ રહે છે. દાદાભાઇએ શૂન્યમાંથી સર્જન કર્યું છે. તેઓ લોકોને જમાડવાની ઉમદા ભાવના ધરાવે છે. ગજવામાં કંઇ નહોતું ત્યારે પણ અનેક લોકોને મદદ કરી છે. મોટા મનના અને વિશાળ હૃદય ધરાવતા દાદાભાઇની અપાર સફળતાનું રહસ્ય સખત મહેનત, ચોખ્ખી નીતિ અને પરોપકારની ભાવના છે. તેમણે ૭ લીટર દૂધથી શરૂ કરેલ ડેરી વ્યવસાય થી આજે ત્રણ પેઢી તરી ગઇ છે. પરિવારના દરેક સભ્ય તેમની વાત દાદાબાપુને કરે છે અને તેમના દરેક પ્રશ્નો હોય કે મુશ્કેલી હોય દાદાબાપુ દ્યડીકમાં ઉકેલી દે છે.

શ્રી કૃષ્ણ ડેરી ફાર્મ

કૃષ્ણ નગર મેઇન રોડ,

મવડી પ્લોટ, રાજકોટ-૪

અર્જુનભાઇ મો.૯૫૫૮૦૦૩૧૮૯

લાલાભાઇ મો.૯૭૨૪૪૯૫૩૩૩

(11:34 am IST)