Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

સ્વ.સરયુબેન શેઠને દ્વીતીય પુણ્યતિથીએ સંગીતમય શ્રધ્ધાંજલી : નવા-જુના ગીતો ગુંજ્યા

શેઠ પરિવાર અને સ્માઇલ કરાઓકે કલબ દ્વારા

રાજકોટ,તા. ૬: રૂષભ વાટિકાના આંગણે 'સ્માઈલ કરાઓકે કલબ'ના કિશોરભાઈ મંગલાણીના સંગીત ગૃપ અને સ્વ. સરયુબેન શેઠના પરિવારના સ્વજનો દ્વારા સ્વ. સરયુબેન શેઠની બીજી વાર્ષિક પૂણ્યતિથિ નિમિતે હદયસ્પર્શી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગાયક કલાકારો ઓરીજીનલ ગીતના 'ઓન સ્ક્રીન પ્રોજેકશન' સાથે કરાઓકે સંગીતના સથવારે હિન્દી ફિલ્મોના નવા–જુના સુમધુર ગીતો ગાઈને અનોખી અદામાં રજુ કરેલ હતા. સંગીતમય ભાવાંજલી સ્વરૂપ સ્ક્રિન ઉપર કરાઓકે સંગીતના માઘ્યમથી સ્વ. સરયુબેન શેઠે ગાયેલા ગીતોને પણ અનોખી અદામાં રજુ કરવામાં આવેલ હતા. દરેક સંગીતમય ગૃપો સાથે સંકળાયેલા ચંદ્રકાંતભાઈ શેઠદ્વારા અભિવાદન સાથે દરેક શ્રોતાઓનું સ્વાગત કરવામાં આવેલ હતુ. સંવેદના ગૃપના મધુકરભાઈ મહેતાએ માર્ગદર્શન પુરૂ પાડેલ હતુ તેમના ગૃપના સીંગર્સે મ્યુઝીક પીરસેલું હતુ.

સ્માઈલ કરાઓકે કલબના કિશોરભાઈ મંગલાણી સંકલીત આ કાર્યક્રમમાં ડો. નરેન્દ્રભાઈ શેઠ, મુકેશભાઈ શેઠ, દિલીપભાઈ શેઠ, નીલેશભાઈ શેઠ, નીજાનંદ સંગીત ગૃપના ખોલીયાભાઇ, ગીત સંગીતના સુનીલભાઈ શાહ, રાજકોટ સીંગરના શોભનાબેન ઠકકર, સંગીતપ્રેમી અતુલભાઈ ઠકકર, સુરો કી સુરાવલીના કિશોરભાઈ જાડેજા, કરાઓકે ગૃપના સંચાલક પરીમલભાઈ ઘેલાણી, મુકેશના સંુદર ગીતો ગાનાર ઘનશ્યામભાઈ રાવલ, સિલ્વર હાઈટસ કરાઓકે ગૃપના સીંગર્સ સહિત વિ. મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમ માણેલ હતો તેમજ સંગીતકાર કાંતીભાઈ સાથે સંકળાયેલા કમલેશભાઈ વિ. ખાસ ઉપસ્થિત રહેલ હતા. અનોખા એવા આ કાર્યક્રમમાં શહેરના એન્જીનીયર્સ, ડોકટર્સ, બિલ્ડર્સ, વકિલો, અધિકારીઓ તથા તમામ ક્ષેત્રના કલા સાધકો ઉત્કૃષ્ઠ કક્ષાનાં ગીતોની જમાવટ કરેલ હતી. જૈન સમાજના જૈન અગ્રણીઓ તથા હોદેદારો સ્મરણાંજલિના આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા હતા. કાર્યક્રમમાં સંગીતમય સંકલનમાં મહેન્દ્રભાઈ રાઠોડની ટીમ, સુનિલભાઈ પટેલ, હારુનભાઈ, રાકેશભાઈ દોશી, નરેન્દ્રભાઈ ચૌહાણ વિ. એ જહેમત ઉઠાવેલ હતી.

આ કાર્યક્રમમાં ગાયક કલાકારો કિશોરભાઈ મંગલાણી (સ્માઈલ કરાઓકેના સંચાલક), શ્રીમતી મમતાબેન મંગલાણી, જૈન અગ્રણી ચંદ્રકાંતભાઈ શેઠ, મધુકરભાઈ મહેતા (સંવેદના ગૃપના સંચાલક), ડો. દિનેશભાઈ શ્રીમાંકર, ડો. રંજનાબેન શ્રીમાંકર, સંજીવભાઈ દોશી, અલ્કાબેન શેઠ, દિવ્યકાંતભાઈ પંડયા, જિતેન્દ્રભાઈ ભટ્ટ, ગીતાબેન ભટ્ટ, વિભાબેન દવે, હીનાબેન કોટડીયા, કૃપાબેન પુરોહીત, પરેશભાઈ માણેક, પંકજભાઈ ઝિબા, સુરેશભાઈ વાસદાણી, અશોકભાઈ ચંદ્રાવાડીયા, વિગેરે મધુર તથા પ્રખ્યાત ગીતો કે જે દરેકના દિલમાં વસેલા છે તેની શાનદાર અને યાદગાર સંગીત સમારોહની રજુઆત સી.એમ.શેઠએ કરેલ હતી. કાર્યક્રમનું સંચાલન ડો. શ્રીમાંકર દ્વારા કરવામાં આવેલ હતુ. સંગીતપ્રેમી સ્વ. સરયુબેન શેઠના પરિવારજનો દ્વારા સુખડના પુષ્પો સાથે અંતિમ ચરણમાં ભાવાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી.

(3:28 pm IST)