Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

મહાપ્રભાવક પાંસઠીયા યંત્રરાજ જાપનું દિવ્ય આયોજન : સવારે ભાવયાત્રા

આગમ દિવાકર પૂ.જનકમુનિ મ.સા.પ્રેરિત જૈન કન્યા છાત્રાલય ખાતે રવિવારે : ગુરૂ ભકિત ગીત સ્પર્ધાઃ શુક્રવાર સુધી નામ નોંધણીઃ નવકારશી-બહુમાન-ગૌતમ પ્રસાદ યોજાશે

રાજકોટ, તા.૬: ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના આગમદિવાકર પૂ.ગુરૂદેવશ્રી જનકમુનિ મ.સા.ની સદેહ હાજરીમાં અને તેઓશ્રીના શ્રીમુખેથી નવરાત્રીના નવલા દિવસોમાં હરેક વર્ષના પ્રથમ રવિવારના થયેલા 'મહાભાવક પાંસઠીયા યંત્રરાજના જાપ આરાધના'નું આયોજન ગાદીપતિ પૂ.ગિરીશમુનિ મ.સા. તથા સંયમ વરિષ્ઠા પૂ.ગુલાબબાઇ મ.સ.ની પ્રેરણાભિષે એવમ અપૂવશ્રત આરાધિકા પૂ.ગુરૂણીમૈયા લીલબાઇ મ.સ.ના સુશિષ્યાઓ વિનયપ્રજ્ઞા પૂ. સાધનાબાઇ મ.તપસ્વી, પૂ.વનીતાબઇ મ., દીર્ઘ તપસ્વી પૂ.દિક્ષીતબાઇ મ., સદાનંદી, પૂ.સુમતિબાઇ મ. તથા તપસ્વી પૂ.રાજેમતીબાઇ મ. અને પૂ.સંત સતીજીઓની પાવનનિશ્રામાંના સુમંગલ સાંનિધ્યે જૈન કન્યા સુસંસ્કાર તીર્થ કન્યા છાત્રાલયમાં તા.૧૦ને રવિવારના સવારે ૯ થી ૧૨ કલાકે કરવામાં આવેલ છે.

તા.૧૦ રવિવારના સવારના ૭ કલાકે શ્રી શેઠ ઉપાશ્રય જૈન સંઘ મધ્યે બિરાજમાન તપસ્વી પૂ.રાજેમતીબાઇ મ.પ્રવચન પ્રભાવિકા પૂ.સુનિતાબાઇ મ.આદી મહાસતીજી વૃંદના શ્રીમુખેથી માંગલીક શ્રવણ કરીને આગમ ભાવયાત્રા શરૂ થશે.  અને અંતે નવકારશી કરાવવામાં આવશે. ભાવયાત્રામાં જોડાયેલા ભાઇઓ બહેનોનું બહુમાનનું કવર તથા ગૌતમ પ્રસાદનો પાસ આપવામાં આવશે. આ ભાવયાત્રા માત્ર પદયાત્રા છે. પૂ.ગુરૂદેવના શ્રીમુખેથી ધ્વનિમુદ્રિત થયેલ પાંસઠીયા જાપ ૯ કલાકે શરૂ થશે. જાપમાં આવનાર ભાઇઓએ શ્વેત વસ્ત્ર અને બહેનોએ શુકનવંતા લાલ અને લીલા કલરની બાંધણી પહેરીને સામાયિકમાં જોડાઇ શકે.

આગમદિવાકર પૂ.ગુરૂદેવના જીવનકવન આધારીત શબ્દોને સામેલ કરી ગુરૂભકિતના ર મીનીટની ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. કન્યા છાત્રાલયમાં રહેતી ૯૬ દિકરીઓ માટે જ સેલ્ફ ડેવલપમેન્ટ ટેલેન્ટ વકતૃત્વ સ્પર્ધા પણ રાખવામાં આવેલ છે.

ભાવયાત્રામાં જોડાનાર બહેનોએ તથા ગુરૂભકિત ગીત સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક ભાઇઓ બહેનોએ પોતાના નામ શેઠ ઉપાશ્રય જૈન સંઘ ૧૫૦ ફુટ રીંગ રોડ, શ્રી મનહર પ્લોટ સ્થા.જૈન સંઘ, શેઠ પૌષધશાળા, ૧૨ મનહર પ્લોટ ખાતે તા.૮ પહેલા લખાવવાના રહેશે.

મહાપ્રભાવક જાપ આરાધનાનો લાભ લેવા સંઘપ્રમુખશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ, મહીલા મંડળના બહેનો તથા સકલસંઘને હાર્દિક નિમંત્રણ વર્ધમાન સેવા સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઇ દફતરી, માર્ગદર્શકશ્રીઓ ચંદ્રકાંતભાઇ શેઠ, ડોલરભાઇ કોઠારી, મનોજભાઇ પારેખ, સંદીપભાઇ દફતરીએ પાઠવેલ છે. કાર્યક્રમ અંગે સવિશેષે જાણકારી માટે ચંદ્રકાંતભાઇ દફતરી (મો.૯૮૨૫૨ ૨૩૧૯૯) ચંદ્રકાંતભાઇ શેઠ (મો.૯૮૨૪૦ ૪૩૭૬૯) તથા ડોલરભાઇ કોઠારી (મો.૯૮૨૫૩ ૧૭૩૩૩)નો સંપર્ક કરી શકાશે.

(3:28 pm IST)