Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

ઋણ સ્વીકારઃ સૌ જીવદયા પ્રેમીઓ વિજયભાઇનું અભિવાદન કરશે

અબોલ જીવો માટે વિજયભાઇના શાસનમાં અનેક સત્કાર્યો કરાયાઃ જીવદયાપ્રેમીઓને ઉમટી પડવા હાકલ

રાજકોટઃ તા.૬, રાજકોટ શહેર નાગરીક ઋણ સ્વીકાર સમિતિ તથા સમગ્ર જીવદયા પ્રેમીઓ દ્વારા તા.૮ને શુક્રવારે પ્રમુખ સ્વામી હોલ (અક્ષર મંદિર કાલાવડ રોડ) ખાતે સાંજે ૫ થી ૭ કલાકે આયોજીત  વિજયભાઇ રૂપાણીનાઋણ સ્વીકાર સમારોહમાં જીવદયાપ્રેમીઓ પણ જોડાશે.

વિજયભાઇનું સૌ જીવદયાપ્રેમીઓ વતી અભિવાદન કરાશે સૌ ગૌશાળાઓ-પાંજરાપોળો જીવદયા સંસ્થાઓના સંચાલકો, જીવદયા પ્રેમીઓને ઉમટી પડવા એનીમલ વેલ્ફેર બોર્ડના મીતલ ખેતાણી, રાજેન્દ્રભાઇ શાહ, રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળના મુકેશભાઇ બાટવીયા, બકુલભાઇ રૂપાણી, કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઇનના પ્રતિક સંઘાણી, ધીરેન્દ્ર કાનાબાર, સમસ્ત મહાજનના યોગેશભાઇ (રાજુભાઇ) શાહ, શ્રીજી ગૌશાળાના રમેશભાઇ ઠકકર, પ્રભુદાસ તન્ના, કિશાન ગૌશાળાના ચંદ્રેશભાઇ પટેલ, અર્હમ ગ્રુપના તુષારભાઇ મહેતા, સેતુરભાઇ દેસાઇ, જીવદયા ઘરના યશભાઇ શાહ, જીવદયાગ્રુપના પ્રકાશભાઇ મોદી, અમિતભાઇ દેસાઇ, હેમાબેન મોદી, જય માતાજી અબોલ જીવ સેવા મંડળના દોલતસિંહ ચૌહાણ, મનુભાઇ બલદેવ, મનુભાઇ પ્રજાપતિ, રમેશભાઇ દોમડીયાએ હાંકલ કરી છે.

આ વિજયભાઇની ગુણાનુવાદ સભા નથી પરંતુ એમની ઋણનુવાદ સભા છે. કાર્યક્રમના પ્રારંભે ૩૦ મીનીટ ધીરૂભાઇ સરવૈયા હાસ્યરસ પીરશસે.

વધુ વિગતો માટે પ્રતિક સંઘાણી મો.૯૮૯૮૦ ૩૦૩૯૩ ઉપર સંપર્ક કરી શકાય છે. (તસ્વીર અશોક બગથરીયા)

(3:29 pm IST)