Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

ચેમ્બરના આગેવાનો ઋણ સ્વીકાર કાર્યક્રમમાં જોડાશે

રાજકોટ,તા.૬: રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા શહેરના વિવિધ ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનોના આગેવાનો પુર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના ઋણ સ્વિકાર કાર્યક્રમમાં જોડાશે.

રાજયના મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમ્યાન શ્રી વિજયભાઈ રૂપાણીએ એક કોમન મેનનું બિરૂદ મેળવી રાજયની તમામ પ્રજાઓ માટે સંવેદનશીલતા દાખવી અનેકવિધ લાભદાયી યોજનાઓ આપેલ છે. તેમજ કોરોના જેવી વૈશ્વિક મહામારીને કાબુમાં લેવા માટે રાજયની પ્રજા માટે સુખાકારી અને સલામતી માટે ઝડપી નિર્ણયો લીધેલ છે જે આવકારદાયક છે અને આજે  સમગ્ર દેશમાં બીજા રાજયો કરતા ગુજરાતમાં કોરોના નહિવત થઈ ગયેલ છે. તેમની આગવી સુઝ, કુશળતા અને ઝડપી નિર્ણયો થકી સમગ્ર દેશમાં આજે ગુજરાત પોતાની વિકાસની હરણફાળ ભરી નંબર વન રાજય બની ગયેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.શુક્રવારના આયોજીત ઋણ સ્વીકાર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી,  રાજકોટ એન્જીનિયરીંગ એસોસીએશન, શાપર- વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન, જીઆઈડીસી લોધિકા ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન, આજી જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન, હડમતાળા ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન, લોઠડા- પિપલાણા- પડવલા ઈન્ડસ્ટ્રીયલ  એસોસીએશનના આગેવાનો સર્વશ્રી કિશોરભાઈ રૂપાપરા, નરેન્દ્રભાઈ પાંચાણી, કિશોરભાઈ ટીલાળા, નરેશભાઈ શેઠ, નરેન્દ્રસિંહ જાડેજા, રમેશભાઈ પાંભાર, જયંતિલાલ સરધારા, નીલેશભાઈ ભલાણી અને નરેન્દ્રભાઈ પાંચાણી સહિતના આગેવાનો જોડાશે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:30 pm IST)