Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

ઋણ સ્વીકાર કાર્યક્રમમાં સમસ્ત બ્રહ્મસમાજ જોડાશે

રાજકોટ,તા.૬: રાજકોટ શહેર નાગરીક દ્વારા સ્વીકાર સમિતિના નેજા હેઠળ શુક્રવારે સંવેનદશીલ અને પુર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનો ઋણ સ્વીકાર સમારોહનો પ્રમુખસ્વામી હોલમાં સાંજે ૫ થી ૭ યોજવામાં આવેલ છે. જેમાં પરશુરામ યુવા સંસ્થાન, શ્રી સાસ્વત બ્રાહ્મણ ઉત્કર્ષ સમિતિ સમાજ ટ્રસ્ટ, શ્રી સારસ્વતી ઉત્કર્ષ ફાઉન્ડેશન, હેવ વિથ હેપીનેશ એનજીઓ, મોઢ બ્રાહ્મણ સમાજ, બ્રહ્મદેવ સમાજ, આ સાથે પરશુરામ યુવા સંસ્થાના નીરંજનભાઈ દવે, અંશ ભારદ્વાજ, પંકજભાઈ દવે, કુનાલભાઈ દવે, નીશ્ચલભાઈ જોશી, આદિત્યભાઈ સોનપાલ, અજયભાઈ સાતા, દિપકભાઈ સુડીયા, મનોજભાઈ રાજગોર યાદીમાં જણાવેલ છે.

(3:31 pm IST)