Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

શાપરના પારડીમાં ત્રણ મિત્રો પ્રકાશ, ગિરીશ અને જીવણે ફિનાઇલ પીધું: પડોશીઓના ત્રાસનો આક્ષેપ

રાજકોટ તા. ૬: શાપર વેરાવળના પારડી ગામે રહેતાં ત્રણ મિત્રો પ્રકાશ અશોકભાઇ પરમાર (વણકર) (ઉ.વ.૨૦), ગિરીશ જીવણભાઇ પરમાર (વણકર) (ઉ.વ.૩૦) તથા રાહુલ જગદીશભાઇ વાઘેલા (વણકર) (ઉ.વ.૨૨)એ સવારે સવા અગિયારેક વાગ્યે પારડી ગામ પાસે મામાદેવ મંદિર નજીક તેજસ્વી હનુમાનજીના મંદિર નજીક ફિનાઇલ પી લેતાં ત્રણેયને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી.

પ્રકાશ કારખાનામાં કામ કરે છે, ગિરીશ વાયરીંગ કામ કરે છે. રાહુલ બિમાર રહેતો હોઇ કામે જતો નથી. ત્રણેય મિત્રોએ આક્ષેપો કર્યા હતાં કે પડોશી અનિલ, અશ્વિન, જીતુ અને જીતુની ઘરવાળી પિયા મળી પોતાને માનસિક ત્રાસ આપી ટોર્ચર કરે છે અને ઘરેથી કોઇ વસ્તુ લેવા નીકળે તો અહિથી નીકળવું નહિ તેમ કહી હેરાન કરે છે. આ કારણે કંટાળીને ફિનાઇલ પી લીધું હતું. શાપર પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.

(3:39 pm IST)