Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

ભાજપ પ્રેરિત ઉમેદવારો સામે નોંધપાત્ર ક્રોસ વોટીંગ

રાજકોટ : ભાજપ પ્રેરિત યાર્ડની ખેડૂત પેનલમાં ૮૦૦ મતની ગણતરી થઇ ત્યાં સુધીમાં નોંધપાત્ર ક્રોસ વોટીંગ દેખાય આવ્યુ છે. ભાજપના બધા ઉમેદવારોને એક સરખા મત મળ્યા નથી. પ્રથમ ૮૦૦ મતમાં ડી. કે. સખિયા અને ભાનુભાઇ મેતાના સુપુત્ર વિરૂધ્ધ પ૦ થી ૧૦૦ મતનું ક્રોંસ વોટીંગ થયાનું આધારભુત વર્તુળોમાંથી જાણવા મળે છે. અન્ય કેટલાકમાં પણ ક્રોસ વોટીંગ છે. આખરી ચિત્ર મત ગણતરી પૂરી થાય ત્યારે સામે આવશે. જો કે આ ક્રોસ વોટીંગથી પરિણામમાં ફેર પડે તેમ જણાતુ નથી.

(3:59 pm IST)